સુરતઃ છૂટાછેડાના કેસમાં મદદ કરવાના બહાને ઘરે આવી દોઢ મહિના સુધી મહિલા પર ગુજાર્યો બળાત્કાર
સુરતઃ પુણાના સાડી વર્ક અને લેસ પટ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વેપારી મહિલાના ઘરે સાડી આપવા જતો હતો અને તેને મહિલાનો છૂટાછેડાનો કેસ ચાલતો હોવાની જાણકારી મળી હતી. જેમાં મદદ કરવાના ઇરાદે તેના ઘરે જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈ કાલે પણ રાકેશ મહિના ઘરે આવ્યો હતો અને મહિલા સાથે પરાણે સેક્સ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતાં રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાનું માથું દિવાલ સાથે અથડાવતાં મહિલના ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી રાકેશ ત્યાંથી નીકળી ગયો હતો. મહિલાએ રાકેશ સામે બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવતાં તેની પૂણા પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પુણામાં ટેક્ષટાઇલ માર્કેટમાંથી સાડી અને ડ્રેસનો જથ્થો લાવી તેના પર લેસ પટ્ટી અને ડાયમંડ વર્કનો વ્યવસાય કરતો રાકેશ કેશુભાઈ બલર (ઉ.વ. 35) પોતાના વ્યવસાયને લઈને પુણા વિસ્તારની સોસાયટીમાં આવતો હતો.
જ્યાં રાકેશ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન તેને ખબર પડી હતી કે, મહિલાનો તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં મદદ કરવાના ઇરાદે અને સંબંધ વધુ મજબુત બન્યા બાદ તે સંતાનોની ગેરહાજરીમાં તેમના ઘરે આવવાં લાગ્યો હતો. દરમિયાન તેણે દોઢ મહિના પહેલા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સીલસીલો પછી યથાવત રહ્યો હતો અને રાકેશે મહિલા પર લગભગ દોઢ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -