નવાં ટુ વ્હીલર્સમાં હેડલાઈટ બંધ કરવાની સ્વિચ જ નહીં હોય, જાણો શું છે કારણ?
જેથી હાલ વાહન ખરીદી કરી રહેલા ગ્રાહકો હેડલાઈટની ઓન-ઓફ સ્વિચને ગાયબ જોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. ટુ વ્હિલમાં વર્ષ 2017થી ઓટોમેટીક હેડલેમ્પ ઓન(એએચઓ) માટેનો ભારત સરકારે આદેશ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે પછી બજારમાં આવનારા દરેક ટુ વ્હિલમાં હેડલેમ્પથી લઈને તમામ સાઈડ લાઈટ અને હોર્નને બેટરી સાથે જોડવામાં આવે છે. જેથી લાઈટ જેટલા સમય ચાલુ રહે તેટલી જ બેટરી વપરાય છે. હવે 24 કલાક લાઈટ ચાલુ રાખવાની હોય ત્યારે બેટરી વધુ ઉપયોગ થશે.
ડિલરો દ્વારા 1 એપ્રિલથી ફરજિયાત આવા વાહનોનું જ વેચાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને 31 માર્ચ સુધીમાં જૂના વાહનોનો સ્ટોક પુરો કરવાનો રહેશે. 1 એપ્રિલ પછી સ્વિચ વાળા વાહન વેચાણ કરી શકાશે નહી.
બીજી બાજુ ટુ વ્હિલ મેન્યુફેક્ચર કરતી કંપનીઓ હવે લાઈટને પાવર બેટરીમાંથી નહી એન્જિનમાંથી આપે છે. બાઈક ચાલુ થાય એટલે લાઈટ પણ તરત ચાલુ થઈ જશે. જેથી બેટરી પર કોઈ લોડ નહી પડશે.
સુરત: રાજ્ય સરકાર ટુ વ્હિલને લગતા અનેક નિયમો બનાવતી હોય છે. આવો જ એક શાસનદેશ કેંદ્ર સરકારે આપ્યો છે.કેંદ્ર સરકારે હવેથી તમામ ટુ વ્હિલના હેડલેમ્પને ફરજિયાત ચાલુ રહે તે માટેનો આદેશ આપ્યો છે. જેથી ટુ વ્હિલ બનાવતી તમામ કંપનીઓએ નવી મેન્યુફેક્ચર થઈ રહેલી ટુ વ્હિલ માંથી હેડલેમ્પને ઓન-ઓફ કરવા માટેની સ્વિચ જ કાઢી નાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -