સુરતઃ કોંગ્રેસના નેતાની પરિણીત બહેન સાથે નેતાના મિત્રે જ બાંધ્યા સંબંધ ને ભગાડી ગયો, જાણો પછી શું થયું ?
સુરતઃ કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાસાએ ગઈ કાલે યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. સોસાયટીના નાકે ગાડી પાસે ઊભા રહેલા યુવકને મેવાસાએ કચડી નાંખવાના ઇરાદે તેની ઉપર કાર ચઢાવી દીધી હતી. પછી બચેલા યુવકને પકડી તલવારના ઘા ઝીંકી દેવાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. મેવાસાની બહેન સાથે સંબંધો અને હેરાનગતિના મામલે આ હુમલો કરાયાનું જાણવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેવાસા હુમલા બાદ સાયણ તરફ ભાગ્યો હતો. જો કે, આજે તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. ત્યારે પોલીસે જીજ્ઞેશની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત રોનિકની તબિતય નાજૂક હોવાનું પણ જાણવા મળ્યું છે. જીજ્ઞેશની બહેન પરિણીત છે અને તેને સંતોનો પણ છે.
રોનિક સાથે કાર અથડાવી મેવાસાના માણસો તલવાર જેવા હથિયાર સાથે ઉતર્યા હતા અને રોનિક પર હુમલો કર્યો હતો. ઉપરા છાપરી ઘા મારી આ ટોળકી અકસ્માતગ્રસ્ત કારમાં જ ફરાર થઇ ગઇ હતી. આ હુમલામાં ઘવાયેલા રોનિકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કતારગામ પોલીસે મેવાસા અને તેના ત્રણ સાગરિતો સામે હત્યાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધ્યો છે.
રોનિક સામે આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બળાત્કારના આ ગુનામાં રોનિકે લાંબો જેલવાસ ભોગવ્યો હતો. આ પ્રકરણમાં જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી મેવાસાની બહેનની હેરાનગતિ શરૂ કરતાં મેવાસા રોષે ભરાયો હોવાનું કહેવાય છે. ગઈ કાલે રોનિક મોરડિયા તેના ઘરે માતા-પિતાને મળવા આવતાં મેવાસાએ તેના મળતિયાઓ સાથે કાળી કારમાં રોનિકના ઘર પાસે હુમલો કર્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ગઢડાના જીંજાવદર ગામના વતની ભીમજીભાઇ મોરડિયા સુરતમાં કતારગામ વિસ્તાર સ્થિત શિવનગરમાં રહે છે. મોહનભાઇનો પૂત્ર રોનિક ઉર્ફે જેનીસ માથાભારે પ્રકૃતિનો છે. તેને ત્રણેક વર્ષથી જીજ્ઞોશ મેવાસા સાથે માથાકૂટ ચાલી રહી છે. રોનિક અગાઉ જીજ્ઞેશ મેવાસાની બહેનને ભગાવી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -