‘જૈન મુનિએ વિધીના બહાને વિદ્યાર્થીનીને ઉપાશ્રયની બાજુની રૂમમાં લઈ જઈ માણ્યું સેક્સ’
જોકે તે માત્ર કોલ લિસ્ટ જ છે, કોલ ડિટેઈલની કોપી હજુ જમા કરવામાં આવી નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચાર્જશીટમાં ફરિયાદની હકીકત પણ વર્ણવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી બચાવ પક્ષ દ્વારા કોર્ટમાં તેની કોપી માંગવામાં આવી હતી. પરંતુ કોર્ટે કોપી આરોપીને આપવાનું કહીં જેલમાં બંધ શાંતિસાગર સામે નોટિસ ઈશ્યુ કરી 17મી જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. જેથી આજે કોર્ટ સમક્ષ હાજર રહેલાં આરોપીને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી.
કેસમાં મોબાઈલ ડિટેઇલ પણ પુરાવા રૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે હાલ આરોપી શાંતિસાગર અને પીડિતાનો મોબાઈલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. જેની હાલ ચકાસણી ચાલી રહી છે.
એફએસએલનો રિપોર્ટ આવી ગયા બાદ તેની પણ વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પુરક ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી શકે છે. મંગળવારે આરોપી શાંતિસાગરને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 250 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ચાર્જશીટમાં કુલ 33 સાહેદ-સાક્ષી છે. જેમાં પીડિતાના માતા-પિતા ઉપરાંત ઉપાશ્રયમાં સેવા આપનારાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર્જશીટની સાથે કેટલીવાર કોલ કરવામાં આવ્યા તેની પણ વિગતો છે.
સુરત: વડોદરાની 19 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિસાગરને મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાર્જશીટની કોપી આપી હતી. શાંતિસાગર સામેનો કેસ મજબૂત કરવા પોલીસે 250 પાનાની ચાર્જશીટ રજૂ કરી જેમાં 33 સાક્ષીઓ છે અને કોલની ડિટેઈલનો પણ સમાવેશ થાય છે.
જોકે, હજુ મોબાઈલ એફએસએલમાં હોવાથી તેની વિગતો આવી નથી જેની માહિતી આવી ગયા બાદ પુરક ચાર્જશીટ રજૂ થઈ શકશે. જોકે અગાઉ શાંતિસાગરે કરેલ જામીન અરજી પરત ખેંચી લીધી હતી.
આથી બચાવ પક્ષ ચાર્જશીટનો અભ્યાસ કરી ફરી જામીન અરજી રજૂ કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. ચાર્જશીટ મુજબ વડોદરાની વિદ્યાર્થિની પર વિધિના બહાને આરોપી શાંતિસાગરે ટીમલીયાવાડ ખાતે આવેલ ઉપાશ્રયની બાજુમાં પોતાના રૂમમાં 1લી ઓક્ટોબરે રાતે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાએ આ અંગેની જાણ માતા-પિતાને કરી હતી. આથી આ કેસમાં અઠવા પોલીસ મથકમાં આરોપી શાંતિસાગર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી શાંતિસાગરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આરોપીએ 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ થાય જોકે આ પહેલા જ તેણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ થોડા દિવસ બાદ આ જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આ દરમિયાન અઠવા પોલીસ દ્વારા કોર્ટમાં આરોપી શાંતિસાગર સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -