સુરતમાં જૈન મુનિએ કબૂલ્યું: વિદ્યાર્થીની સાથે મેં સેક્સ માણેલું, તેના નગ્ન ફોટા વોટ્સએપ પર મંગાવ્યા હતા.........
90 દિવસ પહેલા ચાર્જશીટ ફાઈલ કરવાનો નિયમ હોય પોલીસે એફએસએલ સિવાયના અન્ય પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધી છે. બાકીના પૂરક ચાર્જશીટ બાદમાં રજૂ થઈ શકે છે. શાંતિસાગરને જામીન મેળવવાનો માર્ગ મોકળો ન થઈ જાય, એ વાતને ધ્યાને લઈ, સમયસર ચાર્જશીટ રજૂ કરી દેવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતપાસનીશ અધિકારી અઠવા લાઇન્સ પોલીસ મથકના પોઈ કે.કે. ઝાલાએ કહ્યું હતું કે શાંતિસાગરે યુવતીના નગ્ન ફોટા વોટ્સએપ મારફતે મગાવ્યા તે, શાંતિસાગરે યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાત કરી તેની વિગતો ઉપરાંત શાંતિસાગરના વીર્યના નમૂના લઈ એફએસએલમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે.
13મી ઓકટોબરના રોજ ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે 14મી ઓકટોબરના રોજ પોલીસે જૈન ઉપાશ્રયની બાજુમાં આવેલા રૂમ સહિત 4 પંચનામા કર્યા હતા, જેમાં તપાસ દરમિયાન પોલીસે પાંચ જેટલાં મહત્વનાં પુરાવા એકત્રિત કર્યા હતા.
પોલીસે મજબૂત પુરાવા, ચાર પંચનામા, 33 સાક્ષી, તબીબી અભિપ્રાય અને એફએસએલ-ફોરેન્સિક રિપોર્ટ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં સૌથી મહત્ત્વનો પૂરાવો છે સિવિલનો મેડિકલ રીપોર્ટ. આ રીપોર્ટ પ્રમાણે શાંતિસાગર શારીરિક સંબંધ બાંધવા સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પીડિતા સાથે સંબંધ બાંધ્યો છે. જોકે, ઘટના પછી 13 દિવસ વીતી જવાને કારણે વીર્યના પુરાવા મળી શક્યા નથી. સિવિલના તબીબ સમક્ષ ખુદ શાંતિસાગરે પણ કબૂલ્યું હતું કે તેણે સંબંધ બાંધ્યો હતો.
ચાર્જશીટ મુજબ શાંતિસાગરે પીડિતા સાથે સંબંધ બાંધ્યો હોવાની પુષ્ટિ થાય છે પરંતુ ઘટના પછી 13 દિવસ વીતી જતા વીર્યના પુરાવા મળી શક્યા ન હતા. આ ઉપરાંત શાંતિસાગર સંબંધ બાંધવા માટે સક્ષમ હોવાનો પણ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.
સુરત: વડોદરાની 19 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિસાગરને મંગળવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાર્જશીટની કોપી આપી હતી. શાંતિસાગર સામેનો કેસ મજબૂત કરવા પોલીસે 250 પાનાની ચાર્જશીટ રજૂ કરી જેમાં 33 સાક્ષીઓ છે અને કોલની ડિટેઈલનો પણ સમાવેશ થાય છે. શાંતિસાગર સાગર સામેનો કેસ બુધવારના રોજ નીચલી કોર્ટથી સેશન્સ કોર્ટ કમિટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -