બારડોલીઃ દિયર-ભાભી વચ્ચે બંધાયો પ્રેમસંબંધ, પરિવારને ખબર પડી જતાં શું આવ્યો અંજામ?
માંડવીના આમલી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશ ગુલસિંગભાઈ વસાવા (29) ખેતીકામ કરે છે. તેમને ત્રણેક વર્ષ પહેલા કાકાના દીકરા દિલીપભાઈ લક્ષ્મણભાઇ વસાવાની 30 વર્ષીય પત્ની દક્ષાબેન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સુરેશ વસાવા અપરણીત છે, જ્યારે દક્ષાબેન વસાવાના લગ્નને દસ વર્ષ થયા છે અને તેમને બે સંતાનો પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંનેના પ્રેમસંબંધ અંગે પરિવારને જાણ થતાં ઝઘડો પણ થયો હતો. આ મામલો બે વાર પોલીસ મથકે પણ પહોંચ્યો છે. જોકે, આ સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ બંનેના પ્રેમસંબંધ ચાલું જ હતું. પરંતુ બંનેને એક નહીં થઈ શકે તેવું લાગતાં શનિવારે સાંજે કેવડીડેમના પાણીના કિનારે ધાવડાના ઝાડની ડાળી સાથે ઓઢણીના બંને છેડાએ એકબીજાને ગાળિયો આપી આત્મહત્યા કરી હતી.
બારડોલીઃ માંડવી તાલુકાના આમલી ગામે દિયર-ભાભીએ પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી લેતાં આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રેમસંબંધ સમાજ નહીં સ્વીકારે તેવું લાગતાં બંનેએ ગત શનિવારે સાંજે ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પરિવારજનોએ શોધખોળ કરતા દિયર-ભાભીની ઝાડની ડાળી પર લાશ લટકતી જોવા મળી હતી. આત્મહત્યા કરવા પાછળ બંને પ્રેમી પંખીડાનો સંબંધ સમાજ સ્વીકારે તેમ ન હોવાથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -