સુરતઃ મોદીના મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા દલિતો, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Apr 2018 02:32 PM (IST)
1
2
મળતી વિગતો અનુસાર, રામદાસ અઠાવલેનો દલિત સમાજના લોકોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો કાળા વાવટા લઇને પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ જણાની અટકાયત કરી હતી. લોકોએ દલિત સમાજને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે..
3
સુરતઃ સુરતમાં મોદી સરકારમાં સામાજિક અને ન્યાય અધિકારી મંત્રી રામદાસ આઠવલેનો દલિત સમાજના કેટલાંક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. રામદાસ આઠવલે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા તે સમયે વિરોધ કર્યો હતો.