સુરતઃ યુવકને મિત્રની બહેન સાથે થયો પ્રેમ, મિત્રને ખબર પડી જતાં શું આવ્યો અંજામ? જાણો
આ અંગેની વિગતો એવી છે કે, ડીંડોલીમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા જેનિશ રાણાને મિત્રની 16 વર્ષીય બહેન સાથે પ્રેમસંબંધ હતા. પાણીનું વેચાણ કરતો જેનિશની ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરની સામે જ રહેતા તેના મિત્રે જાહેરમાં જ છરીના ચારથી પાંચ ઘા મારી દેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેર ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતાં આરોપીએ પોતાના 22 વર્ષીય મિત્રની બહેન સાથેના પ્રેમસંબંધમાં હત્યા કરી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સગીર જેનિશની હત્યા કરીને નાસી ગયો હતો. બાદમાં ડીડોલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હત્યાનો આરોપી અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસે કહ્યું હતું. જેનિશની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેણીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ મૃતકનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મુકાયો છે. જ્યારે સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -