સુરતઃ યુવકે ફટકારતાં પ્રેમિકાએ કરી લીધાં બીજે લગ્ન, પ્રેમિકાને પાછી મેળવવા યુવકે ઘડ્યો કેવો ખતરનાક પ્લાન?
મહિના પહેલા સોનેસીંગએ તેની પ્રેમીકાને માર માર્યો હતો. ઉદલસીંગએ તે વખતે બચાવી બાદમાં પ્રેમીકાએ ઉદલસીંગ સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમિકાને પાછી મેળવવા માટે યુવકે ખતરનાક પ્લાન ઘડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમોનિયમ નાઈટ્રેટની સ્ટીક નંગ-9, ડેટોનેટર નંગ-9 , ટ્રાજીસ્ટર બેટરી નંગ-9, છરા 250 ગ્રામ, છરી નંગ-3, વાયર 20 મીટર, માસ્ક નંગ-3, પીળા કલરનું ટેસ્ટર નંગ-1 સહિતની સામગ્રી મળી આવી હતી. જ્યારે 17થી 25મી સપ્ટેમ્બર સુધીમાં 8 દિવસ તે મધ્યપ્રદેશમાં રોકાયો, જ્યાં તેને તેજગઢ ખાતે એક મિત્રએ તેને આઈડીયા અને સામગ્રી આપી હતી.
અન્ય સાત સાધન સામ્રગી સુરતમાં અલગ-અલગ જગ્યાએથી ખરીદી કરી હતી. તે સુરતમાં 7 વર્ષથી રહે છે અને જમીન દલાલીનું કામ કરે છે. બોમ્બની સાધન સામ્રગી સાથે પકડાયેલા સોનેસીંગની પૂછપરછ માટે ગુજરાત એટીએસ પણ સુરત આવશે. બોમ્બના વિસ્ફોટકને લઈને એટીએસ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.
વિસ્ફોટક સાથે પકડાયેલા યુવકની ક્રાઈમ બ્રાંચની સાથે સાથે હવે ગુજરાત એટીએસ પણ તપાસ કરશે. સોનુંએ જણાવ્યું હતું કે, બદલો લેવા માટે તેનો પ્રેમીકાના પતિ ઉદલસીંગને ફસાવવાનો પ્લાન હતો જેથી તે જેલમાં જાય અને પાછી તેને પ્રેમીકા મળી જાય. મધ્યપ્રદેશથી બોમ્બ બનાવવા માટે એમોનીયમ નાઈટ્રેટની સ્ટીક અને ડેટોનેટર લઈ આવ્યો હતો.
સુરતઃ નવરાત્રિના નોરતા શરૂ થવાના આગલા દિવસે જ ક્રાઈમ બ્રાંચે બોમ્બ બનાવવાની સાધન સામ્રગી સાથે એકની ધરપકડ કરીને સફળતા મેળવી છે.ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર.સરવૈયા અને પીઆઈ ચૌધરી તેમજ પીએસઆઈ ભોલાએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે ગોડાદરા દેવધગામ જતાં વિક્ટોરિયા નામના નવા બંધાતા કોમ્પલેક્ષ પાસે બાઈક પર કાપડની થેલીમાં વિસ્ફોટક લઇ જતાં સોનેસીંગ ઉર્ફ સોનું જુગરાજસીંગ ઠાકુરને પકડી દબોચી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -