✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

95 લાખની ડીલ કર્યા બાદ સુરતના ગાયબ થયેલ હીરા વેપારી રાજસ્થાનનથી મળી આવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2016 11:00 AM (IST)
1

પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે ત્યાર બાદ તેઓઓ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને દરરોજના 200 રૂપિયા મળતા. ઉલ્લેખનીય છે કે, પ્રજાપતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તમામ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં તેના પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિએ આ પોસ્ટરને આધારે પ્રજાપતિની ઓળખ કરી હતી અને તેની જાણકારી દહિસર પોલીસને આપી હતી.

2

પ્રજાપતિના જણાવ્યા અનુસાર તે સૌ પ્રથમ અમદાવાદ આવ્યા હતા. તેમના જણાવ્યાનુસાર તેને કોઈ દવા આપી હોય તેવું તેમને લાગે છે. જેના કારણે તેઓ ઘણાં દિવસ સુધી રૂપિયા વગર આમ તેમ ફરતા રહ્યા હતા. જોકે પ્રજાપતિ એ પણ જણાવ્યું હતું કે તે અમદાવાદ આવ્યા ત્યારે કોઈ વ્યક્તિ સાથે ટ્રેનમાં તેણે વાત કરી હતી પરંતુ તેનાથી આગળ કંઈ તેમને યાદ ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ રેલવે સ્ટેશન એક બાબાએ તેની સાથે વાત કરી હોવાનું દહિસર પોલીસે જણાવ્યું છે. પોલિસના જણાવ્યા અનુસાર બાબાને પ્રજાપિત રાજસ્થાનના હોવાનું લાગ્યે જેને કારણે બાબાએ પ્રજાપતિને જાલોર જિલ્લામાં જતી ટ્રેનમાં બેસાડી દીધા. ત્યાર બાદ તે રાનીવારા જઈ પહોંચ્યા જ્યાં મંદિરમાંથી આપવામાં આવતા ભોજન પર તેમણે દિવસો પસાર કર્યા.

3

ડીસીપી કિરણ ચૌહાણના જણાવ્યા અનુસાર, પ્રજાપતિ સુરક્ષિત મળ્યા છે અને ટૂંકમાં જ તે પોતાના ઘરે પરત ફરશે. હાલમાં આ ઘટનામાં તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ થઈ રહી છે. પ્રજાપતિ 8 સપ્ટેમ્બરે મુંબઈ આવ્યા હતા અને દહિસરમાં તેમણે 95 લાખ રૂપિયામાં એક હીરાની ડીલ કરી હતી. ત્યાર બાદ તેણે પોતના પરિવારને કોલ કરીને કહ્યું હતું કે, તે હવે પછીની બસ દ્વારા સુરત આવશે. ત્યાર બાદ તે ઘરે પરત ન ફર્યા અને પરિવાર દ્વારા તેને કરવામાં આવતા કોલ પર પણ કોઈ જવાબ મળ્યો ન હતો. જેના કારણે પરિવારને તેના અપહરણ હોવાની આશંકા થઈ હતી. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

4

ઉપરાંત પ્રજપતિએ એ સમજાવવામાં પણ અસમર્થ રહ્યા કે તેમણે આટલા દિવસ સુધી શા માટે પોતાના પરિવારનો સંપર્ક ન કર્યો. રાનીવારામાં રહેતા સ્થાનીક લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમણે પ્રજાપતિને જોયા ત્યારે તે દિશાહિન જણાતા હતા અને તેના પરિવાર અને ત્યે ક્યાં રહે છે તે વિશે પણ કોઈ વિગતો સ્થાનીક લોકોને આપી ન હતી. સ્થાનીકે તેમી શુદ્ધ ગુજરાતી ભાષાને આધારે અંદાજ લગાવ્યો કે આ વ્યક્તિ ગુજરાતની જ હસે. મુંબઈની પોલિસ ટીમ પ્રજાપતિને રાજસ્થાનથી મુંબઈ લઈ આવી છે અને આજે તેના પરિવારને તે મળશે.

5

અમદાવાદઃ દહિસમાં રૂપિયા એક કરોડના હીરાની ડીલ કર્યા બાદ ગાયબ થયેલ ગુજરાતના હીરા વેપારી રાજસ્થાનમાંથી મળી આવ્યા છે. 9 સપ્ટેમ્બરે ગુમ થયા બાદ સુરતના મસરમ પ્રજપાતિ નામના હીરા વેપારી રાજસ્થાનમાંથી ખૂબ જ દયનીક સ્થિતિમા મળી આવ્યાના સમાચાર છે. રાજસ્થાન-ગુજરાત સરહદે આવેલ ગામ રાનિવારાના એક મંદિરમાંથી મળી આવ્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે તે થોડા સપ્તાહથી અહીં રહે છે અને અહીં કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરે છે. જોકે દહિસરમાં કરવામાં આવેલ હીરાની ડીલ બાદ તેમની સાથે શું થયું તે અંગે તેણે કોઈ જાણકારી પોલીસને આપી નથી. તેણે એવી આશંકા વ્યક્ત કરી તેમને તેને ડ્રગ્સ આપવામાં આવ્યું હોઈ શકે છે.

  • હોમ
  • સુરત
  • 95 લાખની ડીલ કર્યા બાદ સુરતના ગાયબ થયેલ હીરા વેપારી રાજસ્થાનનથી મળી આવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.