સુરતઃ યુવકે ધો-7ની વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, કિશોરીને કઈ રીતે ફસાવી?
સુરતઃ શહેરના ભટાર-અલથાણની ધોરણ-7ની વિદ્યાર્થિની પર તેના જ પાડોશી યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. કિશોરીને ટ્રેનમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ જઈને યુવકે બે વાર બળાત્કાર ગુજાર્યા પછી તેને ઘર પાસે છોડીને યુવક ભાગઈ ગયો હતો. આ અંગે કિશોરી પોલીસ સ્ટેશન પહોંચતાં આરોપી ફરાર થઈ ગયો છે. જોકે, આરોપીના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમાશંકરની હવસ સંતોષાઇ ગયા પછી તે પ્રિયાને અલથાણ ટેનામેન્ટ પાસે છોડીને રવાના થઈ ગયો હતો. આ પછી યુવતીએ પરિવારજનોને વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને ઉમાશંકર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે મદદગારી કરનાર ઉમાશંકરના ફ્રેન્ડની ધરપકડ કરી છે. તેમજ બળાત્કારનો ભોગ બનનાર પ્રિયાનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વોન્ટેડ ઉમાશંકરની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ભટાર-અલથાણમાં ઉમાશંકર નામનો યુવક રહે છે, તેની પાડોશમાં પ્રિયા(નામ બદલ્યું છે) પણ રહે છે. પાડોશમાં રહેતા હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આ પછી ઉમાશંકર પ્રિયાને અવાર-નવાર તેના ઘરે પણ બોલાવતો હતો. દરમિયાન ઉમાશંકર પ્રિયાને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો. પ્રિયાને ટ્રેનમાં બેસાડી અજાણી જગ્યાએ લઈ જઈને પ્રિયાની મરજી વિરુદ્ધ બે વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -