સુરતઃ 20 વર્ષ પહેલાં ડિવોર્સ લેનારા પતિએ અચાનક યુવતીનો પીછો કરીને શું કરી માગણી? જાણો ચોંકાવનારી વિગત
સંતોષ પરીણિતાની છેડતી કરીને તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની માગણી પણ કરતો હતો. યુવતીએ પોતે પરીણિત છે તેવું કહ્યું છતાં તે માનતો નહોતો. ભૂતપૂર્વ પતિના વર્તનથી આ રીતે હેરાન-પરેશાન થઈ ગયેલી પરિણીતાએ આખરે તેના પૂર્વ પતિ સામે છેડતીનો ગુનો નોંધાવ્યો છે.
હવે વીસ વર્ષ પછી પૂર્વ પતિ તેનો પીછો કરવા માંડ્યો છે અને અયોગ્ય માગણ કરવા માંડી છે. સંતોષ છેલ્લા 15 દિવસથી પરિણીતાનો પીછો કરી છેડતી કરતો હતો. આ પરિણીતા ઘરની બહાર નીકળે એ સાથે જ સંતોષ પણ તેનો પીછો કરી તેની પાછળ પાછળ જતો હતો.
ઉધના પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ સંતોષ રઘુનાથ પટેલ (રહેઠાણ અઠવાગેટ મનસુખલાલ ટાવરની ગલીમાં ઝૂંપડામાં) સામે તેની પૂર્વ પત્નીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણે સંતોષ પટેલ સાથે 20 વર્ષ પૂર્વે છૂટાછેડા લઈ લીધા હતા ને ફરી લગ્ન કર્યાં હતાં.
સુરત: ઉધનાની એક પરિણીતાએ તેના પૂર્વ પતિ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ તેનો પૂર્વ પતિ તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની માગણી કરે છે. ભૂતપૂર્વ પતિની માગણી અને સતત કરાતા પીછાથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.