સારવારના બહાને ડોક્ટર મહિલાઓની આંખો પર પાટા બાંધી દેતો હતો અને મહિલાઓના કપડાં ઉતારીને પ્રાઈવેટ પાર્ટ્સ.......
ડિંડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ.મકવાણાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે એક મોટું ટોળું લિંબાયત પોલીસ મથકમાં આવ્યું હતું. તેઓ એક તબીબ સામે મહિલા દર્દીઓના અશ્લીલ વીડિયો ઉતાર્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટના ખૂબ જ ગંભીર છે પરંતુ હાલમાં પૂરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પૂરાવા મળ્યાં બાદ જ ગુનો દાખલ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં આયુર્વેદિક તબીબને લઈને મોટું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું. આ ટોળું જે આક્ષેપ લગાડી રહ્યું હતું, તે ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. ટોળાંએ પોલીસને ફરિયાદ કરી હતી કે, આ તબીબ તેની પાસે સારવાર લેવા આવતી મહિલાઓની સારવારના નામે તેમની આંખે પાટા બાંધી દેતો હતો ત્યાર બાદ ડોક્ટર મહિલાઓને સારવારના બહાને કપડાં ઉતારતો હતો ત્યાર બાદ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સના વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારતો હતો.
તબીબ સામે આક્ષેપ સાથે મહિલા દર્દીનો ભાઈ પણ આવ્યો હતો. તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, તબીબે જે વીડિયો ઉતાર્યો છે તેનો વીડિયોનો પૂરાવો તેની પાસે છે. પોલીસે તેને આ પૂરાવો લેવા માટે મોકલ્યો હતો પરંતુ તે પરત ફર્યો ન હતો. તે પરત ફર્યા બાદ જ કાર્યવાહી કરાશે.
ઘટના ખૂબ જ ગંભીર હોવાથી ડિંડોલી પોલીસે આક્ષેપ કરનાર મહિલાના ભાઈને વીડિયો લેવા મોકલ્યો હતો પરંતુ તે મોડી રાત સુધી પરત નહીં આવતા આ ઘટના અંગે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નહતો. આ આક્ષેપમાં તથ્ય હશે તો તે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં એક જ દિવસે બે બાળકીઓ પર થયેલા બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે એક તબીબે 145 જેટલી મહિલાઓના અશ્લીલ વીડિયો ઉતાર્યાં હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર આક્ષેપ સાથે લોકોનું ટોળું મોડી રાત્રે ડિંડોલી પોલીસ મથક પર પહોંચ્યુ હતું. જોકે, મોડી રાત સુધી આ ઘટનામાં કોઈ ગુનો નોંધવામાં આવ્યો નહતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -