અભદ્ર તસવીર વાયરલ કરી દેવાની ધમકી આપી ડ્રાઈવરે માલિકની સગીર પુત્રી સાથે બાંધ્યા શારીરિક સંબંધો પછી શું થયું, જાણો વિગત
તેમજ આ અંગે કોઈને વાત કરી તો મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ઘમકી પણ આપી હતી. પોલીસ નિલેશ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટર સગીર વયસ્ક પુત્રી સાથે અવર-જવર સમયે ફ્રેન્ડશીપ કેળવી હતી. આ ઉપરાંત તેણીની સાથે સંબંઘ બાંધીને મોબાઈલમાં પાડેલા ફોટા માતા-પિતા અને ભાઈને બતાવી દેવાની ધમકી આપી ત્રણ દિવસ પહેલા રાત્રે ઘરે આવી બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતના અડાજણ પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અડાજણ વિદ્યાકુંજ સર્કલ સંતજ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ સુદમ ચૌધરી ટ્રાવેલ્સ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો.
સુરત: સુરતના અડાજણમાં રહેતી સગીરા ફ્રેન્ડશીપના ફોટા માતા-પિતા અને ભાઈને બતાવી દેવાની ધમકી આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ બનાવ અંગે કોઈને જાણ કરી તો એસિડ નાંખી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડ્રાઈવર તરીકે એક ટ્રાવેલ્સ કંપનીમાં જ્યાં નોકરી કરતો હતો એમની પુત્રી સાથે દુષ્કર્મ આચરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે.