નીવ હત્યા પ્રકરણ: હત્યારા બાપને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાશે, જાણો વિગત
ગાંધીનગર એફએસએલ દ્વારા 1થી 3 ઓગસ્ટ દરમિયાન પોલિગ્રાફીક ટેસ્ટ માટે મુદ્દત આપવામાં આવી છે. જેથી પોલીસ તેણે ગાંધીનગર ખાતે લઈ જશે. જ્યાં તેનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા પુરાવા માટે જરૂરી કેટલાક પ્રશ્નો પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાઈ જાણકારી મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે નીવ પોતાનો પુત્ર ન હોવાની શંકા હતી જેથી નીવને તેણે જીવતો જ નદીમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે નિશિત પાસે લાઈવ ડિટેક્ટ ટેસ્ટમાં નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટની કોર્ટ સમક્ષ મંજૂરી માટે અરજી કરાવી હતી. જેના આધારે કોર્ટે બંને ટેસ્ટની મંજૂરી આપી હતી.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવનાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામની ઘટનામાં અઢી વર્ષના માસૂમ બાળક નીવનું તેના નિશિતે ગત 16મી જુલાઈના રોજ જીવતો મીંઢોળા નદીમાં ફેંકી દઈ હત્યા કરી નાંખી હતી. ઘટનામાં નિશિતની ધરપકડ બાદ તેણે અલગ-અલગ નિવેદનો આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બારડોલી: નીવ હત્યા પ્રકરણમાં આરોપી પિતા નિશિતને લાઈવ ડિટેક્ટમાં પોલિગ્રાફી ટેસ્ટ માટે આગામી 1થી 3 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર ખાતે લઈ જવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 10માં દિવસે નીવનો મૃતદેહ મળી આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -