રાજકોટઃ કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
બાદમાં પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. બંન્ને જણા નશામાં ઉભા પણ રહી શકતા નહોતા. પોલીસે બંન્નેનું મેડિકલ ચેક અપ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે વિજય ચૌહાણ કોંગ્રેસના નેતા છે અને ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના જુથના મનાઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ દારૂબંધી મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે વિજય ચૌહાણ પોતાની પાસે પરમીટ હોવાના ગાણા ગાઇ રહ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને તેની સાથે અન્ય એક શખ્સની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક નજીક ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ દ્ધારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. દરમિયાન એક સફેદ કલરની મારુતિ સિયાઝ કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરતા કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને તેની સાથે કિરણપરી ગોસ્વામી નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું.
રાજકોટઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નજીકના મનાતા વિજય ચૌહાણ અને અન્ય એક શખ્સની દારૂ પીધેલી હાલતમાં ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, શહેરના આઝાદ ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સફેદ કલરની મારુતિ સિયાઝ કારની તપાસ કરી હતી. આ કારમાંથી પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -