સુરતની પાંડેસરા GIDCમાં ડાઈંગ મિલનો સ્લેબ તૂટી પડ્યો, 30થી વધુ લોકોને ઈજા, ત્રણની હાલત ગંભીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ મેડિકલ સ્ટાફને રાત્રે જ બોલાવી લેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સ્લેબ શા કારણે તૂટ્યો તે અંગે કારણ હજુ જાણી શકાયું નથી.
સુરત: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં શાલું ડાઈંગ મિલનો સ્લેબ તૂટી પડતાં 100 જેટલા લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મળતી વિગતો પ્રમાણે દટાયેલાઓમાં મિલમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા 30 કર્મચારીઓને હાલ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આટલી મોટી હોનારત સર્જાતાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજંસી કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સ્લેબ પડતાં જેટ મશીનમાં આગ લાગી હતી. જેના કારણે કેટલાક કર્મચારીઓને ગૂંગળામણ પણ થઈ છે.
રાત્રે મિલમાં જ્યારે ડાઈંગ પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ મિલના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -