પત્નીને બીજા સાથે સેક્સ સંબંધના વહેમમાં યુવકે લીધું એવું પગલું કે જાણીને લાગી જશે મોટો આઘાત
પોલીસ તપાસમાં હત્યારા સંજયની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સબંધના વહેમમાં ઝઘડા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે પણ બંને વચ્ચે રકઝક થઈ હતી. જે બાદ સૂતેલા પાંચ વર્ષીય માસૂમ પુત્રનું સંજયે હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજયની પત્નીએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો દોડી આવતાં સામે આવી હતી. લોકએ હત્યારા પિતાને ઢોર માર માર્યો હતો. જેમાં ઇજા થતાં તેને સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અત્યારે પોલીસે હત્યારા પિતાની ઘરપકડ કરી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
લિંબાયતના પર્વત ગામ ખાતે ખાડી ફળિયામાં રહેતા અને હજીરાની એક ખાનગી કંપનીમાં કામ કરતાં સંજય ચૌધરીએ આજે પોતાના પાંચ વર્ષીય હત્યા કરી નાખી હતી. વહેલી સવારે સૂતેલા એલેક્સને ગળાંના ભાગે પિતા સંજયે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે પોતે પણ હાથના ભાગે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સુરતઃ પત્નીના આડા સંબંધના વહેમમાં પિતાએ પોતાના પાંચ વર્ષીય માસૂમ પુત્રની હત્યા કરી દેતા સુરતના લિંબાયતમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. હત્યારા પિતાને સ્થાનિક લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો છે. આ ઘટના બાદ લિંબાયત પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -