સુરત: પાંચ સંતાનોની માતા વિધવાને ફળ્યું કેશલેસ ટ્રાન્ઝેક્શન, જંગી ઈનામ લાગતાં બન્યાં લખપતિ
ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં ઈનામ મેળવનાર હંસાબેન માંગુકીયાએ જણાવ્યું હતું કે, તેઓ યોગીચોક ખાતે પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં પાંચ દીકરીઓ અને એક દીકરો છે. જેમાં 3 દીકરીઓના લગ્ન થઈ ગયા છે. પતિના અવસાન બાદ પરિવાર સાથે મળીને સાડીઓમાં સ્ટોન લગાવવા અને લેસ મુકવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમણે ચોથી ડિસેમ્બરના રોજ 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. અને એક લાખ રૂપિયાનું ઈનામ મળતાં તેઓ તથા પરિવાર ખૂબ ખુશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ કેશલેસ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે જાહેર કરેલી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં સુરતની એક મહિલાનું જીવન બદલી નાખ્યું છે. આ સ્કીમ અંતર્ગત પાંચ દીકરીઓની વિધવા માતાને લોટરી લાગી છે. સુરતમાં ઘરે જ સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરતા હંસાબહેન માંગુકીયા વરાછા બેન્કની ખાતેદાર છે. કાર્ડથી પેમેન્ટ કરી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ઈનામ મેળવ્યું છે.
વરાછા બેંકના મેનેજિંગ ડિરેક્ટર કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી ડિજીટલ પેમેન્ટ સ્કિમ અંતર્ગત અમારી બેંકમાં ઘણા ખાતેદારોને 5000થી લઈને 10 હજાર અને તેનાથી વધુ ઈનામો મળ્યા છે. પણ હંસાબહેન માંગુકીયા પહેલા એવા વ્યક્તિ છે જેમને એક લાખનું ઈનામ મળ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ૧૦૦ દિવસમાં સરકાર દ્વારા રોજ ઇનામ જાહેર કરવામાં આવે છે. આ ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ૫૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશન સામેલ છે. દૈનિક, અઠવાડિક અને મેગા એવોર્ડ આપવામાં આવે છે. આ સ્કીમ જાહેર કર્યા બાદ હંસાબહેને 4 ડિસેમ્બરના રોજ 200 રૂપિયાના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું. જેમાં તેમને 1 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -