સુરતઃ પત્નીની ગેરહાજરીમાં પિતાએ દીકરીને બનાવી હવસનો શિકાર, માતાને ખબર પડતાં શું થયું?
સાવકો બાપ આટલેથી અટક્યો નહોતો. તેણે પાંચ પાંચ વાર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. પિતાની હરકતોથી કંટાળીને અંતે દીકરીએ માતાને વાત કરી હતી. છેવટે માતાએ અમરોલી પોલીસમાં ફરિયાદ કરતાં સાવકા પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઉત્રાણના હળપતિ વાસમાં રહેતા રીક્ષા ચાલકે બીજા લગ્ન કર્યા છે. તેની પત્ની તેની સાથે 15 વર્ષની દીકરી લઈને આવી છે. પત્ની પણ અન્ય જગ્યાએ કામ કરતી હોય દીકરી ઘરે એકલી જ હોય છે. દરમિયાન દીકરીની એકલતાનો લાભ લઈ હવસખોર પિતાએ ધમકી આપી પોતાની હવસ સંતોષી હતી.
સુરતઃ અમરોલીમાં 15 વર્ષની દીકરી પર સાવકા બાપે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. પિતાની હરકતોથી તંગ આવેલી દીકરીએ માતાને વાત કરતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાની ફરિયાદને આધારે હાલ પોલીસે હવસખોર બાપની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.