સુરતઃ ભાજપનો ભૂતપૂર્વ ધારાસભ્ય 21 વર્ષની યુવતીને સંપૂર્ણ નગ્ન થઈને વીડિયો કોલિંગની પાડતો ફરજ....
સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે બળાત્કારના કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ આજે પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સુરતના યોગીચોક વિસ્તારમાં રહેલી એક યુવતીએ જયંતી ભાનુશાળી પર એડમિશન અપાવવાના બહાને બળાત્કાર ગુજારવવાનો આરોપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે અંગેનો ખુલાસો યુવતીએ પોલીસ ફરિયાદમાં પણ કર્યો છે. સરથાણા પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આજે યુવતીને તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી.
ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીના હવસનો ભોગ બનેલી યુવતીએ આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી પરંતુ અચાનક ગુરુવારે યુવતી પોતાનું નિવેદન નોંધાવવા કમિશનર કચેરીએ પહોંચી હતી. જ્યાં કોગ્રેસના કાર્યકર્તાઓએ પહોંચી ડ્રામા સર્જ્યો હતો. પોલીસ યુવતીને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ ગઈ હતી અને ત્યાં યુવતીની ફરિયાદ લઈને જયંતી ભાનુશાળી, તેના ડ્રાઈવર, બંદુકધારી અને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપનારા અજાણ્યા શખ્સો સામે બળાત્કાર, આર્મસ અને આઈટી એક્ટ સહિતની કુલ 14 કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન તેનો ડ્રાઇવર અને એક સુરક્ષાકર્મીને કારની બહાર ઉભા રાખ્યા હતા. જયંતિએ રેપનો વીડિયો પણ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પાડી હતી. તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, યોગીચોક વિસ્તારમાં રહેલી અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક યુવતીને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી પરસોત્તમ ભાનુશાળીએ કોલેજમાં એડમિશન આપાવવાની લાલચ આપી હતી. એક વર્ષ પહેલા યુવતીને પોતાની કારમાં બેસાડી જયંતિ અમદાવાદથી ગાંધીનગર લઇ જતો હતો ત્યારે રસ્તામાં કાર ઉભી રખાવીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
એટલુ જ નહી યુવતીએ આરોપ લગાવ્યો હતો કે જયંતિએ રેપનો વીડિયો પણ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પણ પાડી હતી. બાદમાં અલગ અલગ સ્થળોએ બોલાવીને તેના પર અનેકવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -