ભાજપના નેતા સામે પરાણે સેક્સ માણવાનો આક્ષેપ કરનારી સુરતી યુવતી કેમ થઈ ગઈ હતી ગાયબ? જાણો યુવતીનો ચોંકાવનાકો ખુલાસો
જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો તે પહેલા યુવતીનો એક વીડિયો વારયલ થયો હતો. વીડિયોમાં યુવતીને ધમકી મળતાં સુરક્ષીત જગ્યાએ જતી રહી હોય તેણે ન્યાયની માગ કરી હતી. વીડિયોમાં યુવતી જણાવે છે કે, કેસ ન કરવા માટે તેને ધમકી મળી રહી છે. તેના પરિવારને પણ જોખમ હોવાથી તેમને પણ ઘર છોડ્યું હતું. સાથે જ પોલીસ અને અમુક લોકો અરજી બાદ સતત તેણીના ઘર પર આવતાં હોવાનું પણ તેણીએ આક્ષેપ કર્યો હતો. અને માત્ર ન્યાયની માંગણી કરતી હોવાનું વીડિયોમાં વધુમાં સાંભળવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ બધા વળાંક વચ્ચે ગઈકાલે કોંગ્રેસી કાર્યકરોની સાથે યુવતી પોલીસ કમિશ્નર કચેરી હાજર થઈ હતી અને આખરે ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસે નિવેદન નોંધીને ફરીયાદ દાખલ કરી હતી.
નોંધનીય છે કે, અગાઉ 10 તારીખે યુવતીએ પોલીસને દુષ્કર્મની અરજી આપી હતી. અરજી આપ્યા બાદ યુવતી નાટકીય રીતે ગાયબ થઈ હતી અને આ સમગ્ર કેસ ચર્ચાની એરણે ચડ્યો હતો. પોલીસમાં કરવામાં અરજી કાપોદ્રાથી લઈને વરાછા અને આખરે સરથામા પોલીસ સ્ટેશન પહોંચી હતી. બાદમાં યુવતી અરજી પરત ખેંચવા પણ આવી હતી.
સુરતઃ પોલીસે સુરતની યુવતીની ફરિયાદના આધારે ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે આખરે અપહરણ, દુષ્કર્મ, ધમકી, કાવરતું સહિત 14 કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે ગુનો નોંધાયા પહેલા યુવતીના નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીએ શા માટે સામે આવતી ન હતી તે વિશે તે જણાવતી જોવા મળી રહી છે. જે તે કહી રહી છે કે તેને ધમકી મળતાં તે સુરક્ષીત જગ્યાએ જતી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -