કરોડપતિની ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર પુત્રી આજે કરશે સંસારનો ત્યાગ, જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરશે, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણીએ કહ્યું કે સ્ત્રી માટે સુંદરતા અનિવાર્ય હોય છે. પરંતુ આંતરિક અને બાહ્ય એમ બે માંથી હું આંતરિક સુંદરતા માટે તત્પર છું. આમ તો દીક્ષા લેવાની ભાવના ઘણા વર્ષોથી હતી. પણ આખરે મને ઘરેથી પરવાનગી મળતાં હવે એ ઈચ્છા પૂરી થવાનો અવસર આવ્યો છે.
કરોડપતિ પિતાની દીકરી ડો. હિનાએ જણાવ્યું હતું કે, ભૌતિક દ્રષ્ટિએ હું ડોક્ટર છું પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ હજુ હું દર્દી છું. મારા રોગ મારા કર્મ છે. હું કર્મ નામના રોગથી ઘેરાયેલી પીડિત છું. જેથી મારે દીક્ષા લઈને આ કર્મબંધનમાંથી મુક્ત થવાનું છે.
હીનાની દિક્ષાને લઈને તેના પરિવારજનો પણ ખૂબ ઉત્સાહિત છે. પરિવાર પણ દીક્ષા ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત બની ગયો છે. સુરતમાં હીનાના વતન અને સમાજના અનેક પરિવારો રહે છે. પોતાના વતન અને નજીકની દીકરી, સ્નેહીજન સંયમના માર્ગે જઈ રહી હોવાથી તેઓ પણ ખુશ છે.
ડો. હીના હિંગડેનો વર્ષીદાન વરઘોડો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન આચાર્યો અને લોકો જોડાયા હતા. ડો. હીનાકુમારી હિંગડે આવતી કાલે 18 જુલાઈ(બુધવારે) આચાર્ય ભગવંત યશોવર્મસૂરિજીની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે.
સુરતઃ મુંબઈની એમબીબીએસ ગોલ્ડ મેડાલિસ્ટ યુવતી તમામ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરી સંન્યાસના માર્ગ પર જવા જઈ રહી છે. આ ખુબ કઠીન નિર્ણય હોય છે પરંતુ પોતાના આત્મ કલ્યાણ માટે તે ભગવાનની શરણે જઈ રહી છે. જેને લઈ તેમના પરિવારમાં દુ:ખ સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ દિક્ષા મહોત્સવ ચાલુ છે ત્યાર બાદ બપોરે જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -