સુરતઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સસંબંધ, લગ્ન નોંધણી કરાવવા જતાં શું થયું?
અહીં બંને પક્ષો તેમજ સમાજના અગ્રણીઓને સાથે રાખી પોલીસે સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે, અહીં પણ ટોળું ફરીથી આવી જતાં બંનેના પરિવારોને ફરીથી અઠવા પોલીસે લઈ આવ્યા હતા. પરંતુ સમજાવવામાં સફળતા ન મળતાં પોલીસે તેમને આ અંગે વિચારવા માટે એક દિવસનો સમય આપી રવાના કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ અંગે બંનેના પરિવારજનોને ખબર પડી જતાં તેમના પરિવારજનો મેરેજ રજિસ્ટ્રારની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં મામલો ગરમાતા તમામને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. અહીં પણ ટોળું એકઠું થઈ જતાં બંને પક્ષોને ઉમરા પોલીસ મથકે લઈ જવાયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, કાપોદ્રાની 24 વર્ષીય શિક્ષિકા યુવતી અને ચોકબજાર વિસ્તારમાં રહેતા યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. આથી તેઓ ગઈ કાલે લગ્ન નોંધણી કરવા માટે અઠવા રજિસ્ટ્રારની ઓફિસે પહોંચ્યા હતા.
સુરતઃ કાપોદ્રાની શિક્ષિકાને ચોકબજાર વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માટે અઠવા રજિસ્ટ્રારની કચેરીએ પહોંચી હતી. જોકે, આની જાણ બંનેના પરિવારજનોને થતાં હોબાળો મચી ગયો હતો. બંનેનો ધર્મ અલગ હોવાથી પરિવારજનોએ લગ્નનો વિરોધ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -