સુરતઃ ટ્યૂશન શિક્ષકને પોતાને ત્યાં ભણવા આવતી યુવતી સાથે બંધાયા સંબંધ ને પછી.....
તેની પત્નીના પિતરાઈભાઈઓ, મામા સહિતના સગાઓએ બન્નેને માર માર્યો હતો. ત્યાર બાદ ત્યાંથી વરાછા મિનિબજારમાં લઈ ગયા હતા અને છૂટાછેડાના કાગળ પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં, જાતિવિષયક ગાળો ભાંડી અને છોડી મૂક્યા હતા. આ અંગે વિજયે પોલીસ ફરિયાદ કરતાં વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન પિનાકિન પરમાર કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય રિંગ રોડ પર સબજેલની સામે આઈસીઆઈસીઆઈ બેન્કમાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવવા અને ક્રેડિટ કાર્ડ લેવા માટે પહોંચતાં જ યુવતીના પરિનારજનોએ પોત પ્રકાશ્યું હતું અને બેન્કના દરવાજા પાસેથી જ તેનું અપહરણ કરી તેને વરાછા તરફ માધવપાર્કમાં અને ત્યાંથી યુવતીને સાથે લઈ કામરેજ તરફ એક નવા બંધાતા બિલ્ડિંગમાં લઈ ગયા હતા.
લગ્નના દોઢેક મહિના પછી વિજય અને યુવતી ઘરે પરત ફર્યા ત્યારે ગત 16મીએ અગિયાર વાગ્યે યુવતીના પરિવારજનોએ વિજયને ફોન કરી બેન્કના કર્મચારીની ઓળખ આપી હતી અને ઝીરો બેલેન્સથી ખોતું ખોલી આપવાનું કહીને બોલાવ્યો હતો.
સુરત: ઉધનામાં ટ્યૂશન શિક્ષકે પોતાને ત્યાં ટ્યૂશન આવતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં લગ્ન કરી લીધા હતા. ત્યારે આ લગ્નના ત્રણ મહિના પછી યુવતીના પરિવારજનોએ શિક્ષકને પકડીને માર્યો હતો. એટલું જ નહીં, છૂટાછેડાના કાગળ પર સહી કરાલી લેતાં શિક્ષકે પોલીસ ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઉધનામાં નવાગામ-ડિંડોલી રોડ પરના જલારામનગરમાં રહેતા ટ્યૂશન શિક્ષક વિજય દિલીપભાઈ પાટોળે (ઉ.વ.23) અને તેમને ત્યાં ટ્યૂશને આવતી યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતાં તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આથી તેઓ ગત ફેબ્રુઆરી મહિનામાં ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -