અમદાવાદનું કર્ણાવતી કરવા મુદ્દે વિવાદ ત્યારે ગુજરાતના આ ગામનું નામ વિના વિરોધે બદલાઈ ગયું, જાણો વિગત
ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
મહંમદપોરનું નામ રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
એંતે 12 ડીસેમ્બર, 2016ના રોજ સરકારે ગેઝેટમાં મહંમદપોરને બદલે રાજનગર કરવાની જાહેરાત કરતાં ગામ લોકોની લાંબી લડતનો સુખદ અંત આવ્યો હતો. કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને રજૂઆત કરી હતી. તેના કારણે આ નામ બદલાયું.
સુરતઃ અત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે વિવાદ પેદા કર્યો છે ત્યારે ગુજરાતના જ એક ગામનું નામ વિના વિવાદે કે વિરોધે બદલાઈ ગયું છે. સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ પહેલાં મહંમદપોર હતું પણ બે વર્ષ પહેલાં ગામનું નામ રાજનગર કોઇ વિવાદ વગર થઇ ગયું હતું.
આ કારણે ગામનું નામ બદલવા કવાયત શરૂ થઈ અને 22 વર્ષની કાનૂની લડત પછી નામ બદલાયું. ગામના અગ્રણી નરસિંહભાઈ રાઠોડે મહંમદપોરને રાજનગર બનાવવા લાંબી કાયદાકીય લડત આપી હતી. આખા ગામના તમામ લોકોની લાગણી સરકારે પહેલાં બે વખત ફગાવી દીધી હતી.
આ મુદ્દે લોકોએ લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. આ ગામમાં એક પણ લઘુમતિનું ઘર, મદરેસા, મસ્જીક કે દરગાહ નથી. આ ગામનું નામ મહંમદપોર કેવી રીતે પડયું તેનો પણ કોઈ ઉલ્લેખ કે ઈતિહાસ નથી. ગામમાં રાજપૂત અને હળપતિની જ વસ્તી હોવા છતાં મહમંદપોર નામ હતું તે લોકોને ખટકતું.