સુરત: કૉંગ્રેસના CM ઉમેદવાર અહેમદ પટેલ હોવાના લાગ્યા પોસ્ટર, BJP પર લાગ્યો આરોપ
જો કે કૉંગ્રેસે તરફથી કોઈ પણ નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાનું એલાન કર્યું નથી. એવામાં કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ આ પ્રકારની અફવાઓ ફેલાવી ધ્યાન ભટકાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પોસ્ટર અંગે અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે આ પ્રકારના ખોટા પોસ્ટરો લગાવી અફવા ફેલાવવું ભાજપનો હારનો ડર દર્શાવે છે. હું ક્યારેય પણ મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી અને રહીશ પણ નહીં. ભાજપ છેલ્લા 22 વર્ષના શાસના કરેલા કામના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે. તેથી ખોટી રીતો અપનાવી રહી છે. પણ ગુજરાતના લોકો પોતાનું મન બનાવી લીધું છે.
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટેની માગ કરવામાં આવી છે. જો કે અહેમદ પટેલે આ પોસ્ટરને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તે મુખ્યમંત્રી પદના દાવેદાર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -