સુરતના પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાના પરિવારજનોને મળવા પહોંચ્યા શંકરસિંહ વાઘેલા, જાણો વિગત
અલ્પેશના પરિવારને સાંત્વના પાઠવી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આર્થિક કેપિટલની હાલત દયા આવે એવી છે. ડાયમંડ-ટેક્સટાઈલ અને તેની સાથે જોડાયેલા તમામ ઉદ્યોગોમાં મંદીની વચ્ચે ચાલી રહ્યા છે. જીએસટી અને નોટબંધી કરીને ગુજરાત જ નહીં આખા દેશની આર્થિક કમર તોડી નાખી છે. સુરતના વેપારીઓને જણાવ્યું હતું કે, હિંમત રાખીને કામ કરવું. જીએસેટી સમજણ વગર નાખી દીધું છે. સુરતના નવા અર્થતંત્રને કહીશ કે, નવા વર્ષે ફરી જોશ સાથે ફરી કામ વળગે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયાને કોર્ટ મુક્ત કરવાની હતી પરંતુ તેમ થયું નથી. ક્યારે છોડે એ ખબર નથી. પરિવારને તહેવારમાં સધિયારો મળે અને જુવાન દીકરાના પરિવારને હૂંફ આપવા માટે હું ગયો હતો. ત્યાં અન્ય યુવકો પણ મળ્યાં હતાં અને સરકાર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને રોષ અંગે કહેવામાં આવ્યું હતું. મારી સરકારને એક જ વિનંતી છે કે, મોટું મન રાખીને લોકોના તહેવાર ન બગડે તે જોવું જોઈએ. ખોટો રોષ રાખવાનો કોઈ મતલબ નથી.
અમદાવાદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ દરમિયાન પોલીસ દ્વારા હાર્દિક અલ્પેશ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જમીન પર છૂટકારો થયો હતો. જોકે, અલ્પેશ કથીરિયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજદ્રોહના કેસમાં અલ્પેશ હાલ સાબરમતી જેલમાં બંધ છે અને કેસમાં સુનાવણીઓ ચાલી રહી છે. જોકે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અલ્પેશના ઘરે તેના પરિવારને મળવા પહોંચ્યા હતા. અલ્પેશની બહેન દ્વારા તિલક કરીને વાઘેલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઘેલાએ પરિવારને સાંત્વના પાઠવી હતી.
સુરતઃ રાજદ્રેહના કેસમાં સાબરમતી જેલમાં બંધ સુરત પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાના ઘરેની મુલાકાતે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા પહોંચ્યા હતા. અલ્પેશના પરિવારને મળીને શંકરસિંહે વાઘેલાએ સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ શંકરસિંહ વાધેલાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીએસટી-નોટબંધીના કારણે ગુજરાત સહિત દેશની આર્થિક કમર તોડી નાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -