સુરત કો-ઓપરેટિવ બેન્ક સાથે છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની જીગ્નેશ ભજીયાવાલાની અરજી હાઇકોર્ટે ફગાવી
જીગ્નેશ ભજીયાવાલાએ પોતાના જ નાણાં ઉપાડવા માટે લોકોનો ઉપયોગ કરીને તેમને પૈસા ચૂકવી બેંકમાંથી પૈસા કઢાવ્યા હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. સીબીઆઈએ આ અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે જીગ્નેશ ભજિયાવાળાની દલીલોને સ્વીકારવા ઇન્કાર કરતા અરજી ફગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીગ્નેશ ભજીયાવાલાએ પોતાની સામે નોંધાયેલી છેતરપિંડી અને અન્ય ગુનાઓ અંગેની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જીગ્નેશે દલીલ કરી હતી કે તેણે છેતરપિંડી કરી નથી. સીબીઆઇએ જીગ્નેશની અરજીનો વિરોધ કર્યો હતો.
અમદાવાદઃ નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કમાં કરેલી છેતરપિંડી મામલે જીગ્નેશ ભજીયાવાલાએ ફરિયાદ કરવાની કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી હતી. મળતી વિગતો અનુસાર, નોટબંધી દરમિયાન સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં કરેલી છેતરપીંડીના મામલે જીગ્નેશ ભજીયાવાળા સામે સીબીઆઈએ નોંધેલી ફરિયાદને રદ્દ કરવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -