સુરતઃ BJP કાર્યાલય પર પાસનો હોબાળો, પોલીસ સાથે ઘર્ષણ થતા 30ની અટકાયત
અમે કેટલાક લોકોને ડીટેઇન કર્યા છે. તેમને હેડક્વાર્ટર્સ ખાતે લઇ જવાયા છે. તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરાઇ રહી છે. હરેકૃષ્ણ પટેલ, સંયુક્ત પોલીસ કમિશનર, સુરત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અને પાસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે પાસના 4 થી 5 કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો. પોલીસ તેમને વરાછા પોલીસ મથકે લઈ જતા પાસના બીજા કાર્યકરો મોટી સંખ્યામાં પાછળ પાછળ વરાછા પોલીસ મથકે દોડી ગયા હતા.
આ વાત વાયુ વેગે ફેલાતાં વરાછા પોલીસ સ્ટેશન બહાર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘેરાવ કર્યો હતો. દરમિયાનમાં કોંગ્રેસના વિધાનસભા ચૂંટણીના ઉત્તર બેઠકના ઉમેદવાર દિનેશ કાછડીયા,વરાછાના ઉમેદવાર ધીરૂ ગજેરા અને કરંજના ઉમેદવાર ભાવેશ રબારી સહિતના આગેવાનો પણ વરાછા પોલીસ મથકે દોડી ગયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. જેને પગલે વરાછા વિસ્તારમાં મોડી રાત્રે વાતાવરણ તંગ થઈ ગયું હતું. પોલીસે કોંગ્રેસના ઉમેદવારો સહિત 40ની અટકાયત કરી હતી.
પુણા યોગીચોક ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે બાઈક રેલી સ્વરૂપે પાસના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો . ત્યાર બાદ વરાછા અને કંરજમાં પણ ભાજપ કાર્યાલયો પર પહોંચી ધમાલ કરી હતી. જેથી પોલીસે પાસના કાર્યકરો ને બાઈક રેલીની પરમીશન લેવામાં આવી ન હોવાનું જણાવી અટકાવ્યા હતા.
સુરતઃ સુરતના યોગી ચોક વિસ્તારમાં ચૂંટણી માટેના ભાજપના મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કાર્યકરોએ ‘જય સરદાર’ના નારા સાથે પ્રદર્શન કરતા પોલીસે 30થી વધુ પાસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેને લીધે કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા હતા અને વરાછા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
વિસ્તારમાં પથ્થરમારો પણ કરાયો, જેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પાસના નેતાઓની અટકાયતને પગલે સુરત પાસના કન્વીનર અલ્પેશ કથેરિયા સહિતના કાર્યકારોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને અટકાયત કરાયેલા ‘પાસ’ના કાર્યકરોને છોડી મૂકવાની માગ સાથે ત્યાં બેસી ગયા હતા. દરમિયાનમાં વરાછાથી કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ પોલીસમથકે પહોંચી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -