✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનો બે દિવસનો મેગા શોઃ 12 સભા, 7 રોડ શો અને બે મહારેલી સાથે લાખો લોકોનો સંપર્ક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2016 09:36 AM (IST)
1

હાર્દિક પટેલના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપતાં સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ 48 કલાકમાં 2150 કિલોમીટરની સ્વાગત મુસાફરી કરીને વિક્રમ સ્થાપશે. આ 48 કલાક દરમિયાન હાર્દિક 12 નાની-મોટી સભાઓ, 7 રોડ શો અને 2 મહારેલીમાં ભાગ લેવાનો છે, જેમાં 15 લાખથી વધુ લોકોની સીધી મુલાકાત લેશે.

2

રાજકોટઃ હાર્દિક પટેલ આવતી કાલે સવારે લાજપોર જેલમાંથી બહાર આવવાનો છે, ત્યારે હજારોની સંખ્યામાં પાટીદારો તેમને આવકારવા જવાના છે. આ પછી હાર્દિક પટેલ સુરતમાં અને પછી લગભગ અડધા ગુજરાતમાં પ્રવાસ કરવાનો છે. હાર્દિક પટેલને હાઇકોર્ટના આદેશ પ્રમાણે બે દિવસમાં ગુજરાત છોડી દેવાનું છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા તેનો બે દિવસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.

3

- 15મી સવારે 10 વાગ્યે લાજપોર જેલ પર હાર્દિકના સ્વાગત માટે ગુજરાતના પાટીદાર અને દરેક સમાજના લોકો દ્વારા તથા 11 માતા સ્વરૂપ દરેક સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત કરાશે. - ત્યાંથી દરેક સમાજના લોકો સાથે ભેસ્તાન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાશે - રીંગ રોડ થીને લાલ દરવાજા ખોડિયાર માતાના મંદિર તથા બજાર ખાતે સરદારની પ્રતિમાને ફૂલહાર કરાશે - આ પછી હિરાબાગ કાપોદ્રા થીને મોટા વરાછા સુદામા ચોક થીને લજામણી ચાર રસ્તાથી સરથાણા જાગીનાથ થીને સિમાડા ગામથી યોગી ચોક જશે. - આ પછી પાણીની ટાંકીથી નહેર રોડ અને ત્યાંથી પરવાનગી મળે તો લક્ષ્મીનારાયણ ફાર્મમાં જાહેર સભા કરાશે. - કાર્યક્રમ પતાવી રાતે ભરુચ, વડોદરા, નડિયાદ થઈને અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં રાત્રી રોકાણ કરવામાં આવશે.

4

- હાર્દિક 16મીએ સવારે 6 વાગ્યે વિરમગામ જવા રવાના થશે - તેની સાથે સંખ્યાબંધ વાહનો તથા પાટીદારો 7 વાગ્યે વિરમગામ પહોંચશે. - જ્યાં લાંબા સમય પછી ઘરે તેનું ઉષ્માપુર્ણ સ્વાગત કરાશે. - 10 વાગ્યે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાજરી આપવા રવાના થશે - બપોરે અમદાવાદથી સાળંગપુર દર્શન કરવા રવાના થશે - બપોરે 1.30 વાગ્યે દર્શન અને આશીર્વાદ લીધા પછી બોટાદમાં રોડ શો કરશે - આ પછી ખોડલધામ જવા રવાના થશે. - 4 વાગ્યે માતાજીના દર્શન અને પ્રસાદ લઈને પાનેલી થીને સિદસર મંદિરે સાંજે 6 વાગ્યે પહોંચશે. - ત્યાર બાદ ભાયાવદર થીને રાજકોટ બાયપાસ થીને પડધરી-ટંકારા થીને મોરબી શહેરમાં થઈને વિરમગામ જવા રવાના થશે.

5

-17મીએ સવારે 7.30 વાગ્યે વિરમગામથી સિદ્ધપુર થીને પાલનપુરથી ઇડર. - ઇડરથી વડગામ થઈને હિંમતનગરમાં પાટીદારો દ્વારા અભિવાદન સ્વીકારીને ગુજરાતની બોર્ડર છોડવામાં આવશે.

  • હોમ
  • સુરત
  • હાર્દિકનો બે દિવસનો મેગા શોઃ 12 સભા, 7 રોડ શો અને બે મહારેલી સાથે લાખો લોકોનો સંપર્ક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.