સુરતની MTB કોલેજની વિદ્યાર્થિનીએ પિતાની નજર સામે જ છઠ્ઠા માળેથી કૂદીને લગાવી મોતની છલાંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jul 2016 12:00 PM (IST)
1
પ્રિયલે પહેલાં ગાદલું અને તકીયો નીચે ફેંક્યા હતા. આ પછી કોલેજ બેગ સાથે મોતની છલાંગ લગાવી હતી. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
2
3
પિતાએ જણાવ્યું હતું કે, અભ્યાસને કારણે તે ડિપ્રેશનમાં રહેતી હતી. મારી પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળતા મળી. જોકે, પ્રિયલ પટેલના પ્રેમ પ્રકરણ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
4
સુરતઃ સુરતની એમટીબી કોલેજની વિદ્યાર્થિનીએ વેસુ વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે એમટીબી કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રિયલ પટેલે પિતાની નજર સામે જ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. પિતાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ પુત્રીને બચાવી શક્યા નહોતા.