દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યારે પડી શકે છે ભારે વરસાદ? જાણો વિગત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસના સમયે એપ્રિલ-મેમાં હોય તેવા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 39, અમરેલીમાં 38 અને ભૂજમાં સૌથી વધુ 40.6 સે. નોંધાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરોક્ત સાયક્લોનિક સર્ક્યુલેશન ડીપ્રેસનમાં ફેરવાય તેવા સંજોગો છે. બીજી તરફ સુરતથી વેરાવળ વચ્ચેની પટ્ટી સુધી ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી હતી. પરંતુ આ સિસ્ટમની અસર રૂપે શનિવારથી સોમવાર સુધી ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ પહેલા જ નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થયાનું હવામાન ખાતાએ જાહેર કરી દીધું હતું અને હાલ સૂકુ અને ગરમ હવામાન છે.
પોરબંદર અધિક કલેકટરે જરૂરી સુચના જારી કરી છે કે, દક્ષિણ પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશરની શક્યતા અન્વયે માછીમારોને એ વિસ્તારમાં દરિયો નહીં ખેડવા તાકિક કરાઈ છે.
આ દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદ લાવતી સિસ્ટમ સર્જાતા અને તે ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરે તેમ હોય આ સહિતના અન્ય સંજોગો અન્વયે હવામાન ખાતાએ તારીખ ૬થી આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -