ઉમરગામના આવા છે ભયાનક દ્રશ્યો: ધમાકેદાર બેટિંગ સાથે 13 કલાકમાં 13 ઈંચ વરસાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થવાની શક્યતા છે, જે અંતર્ગત આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને ત્રણ દિવસ ભારેથી મધ્યમ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં આગામી ચાર દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે 10 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ, આગામી 11મી જુલાઇથી રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ જોર વધી શકે છે.
અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી આગામી પાંચ દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની વકી છે. ખાસ કરીને આગામી બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ 11મી જુલાઇથી રાજ્યમાં ચોમાસુ જોર પકડે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.
ઉમરગામ તાલુકામાં વરસાદની સરેરાશ 100 ઈંચની છે જ્યારે ગુજરાતના વરસાદની સરેરાશ 32 ઈંચની છે. એ રીતે જોવા જઈએ તો ગુજરાતના કુલ વરસાદ કરતાં પણ દોઢ ગણો વરસાદ માત્ર ઉમરગામમાં પડી ગયો છે. ભારે વરસાદને કારણે સરીગામ જીઆઈડીસી ના એકમો માં પાણી ભરાતા એકમો ને નુકશાન પહોંચ્યું હતું.
નવસારીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી, સાવરકુંડલામાં પણ ઠેક ઠેકાણે 2 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ છે. રાજુલામાં દોઢ ઇંચ વરસાદ પડતાં જોલાપુરી નદીમાં પૂર આવ્યું હતું જ્યારે છાપરી નદીમાં માનસિક રીતે અસ્થિર યુવાન તણાઈ ગયો હતો જેને લોકોએ બચાવી લીધો હતો.
નર્મદા જિલ્લાના સાગબારામાં પણ 7 ઇંચ વરસાદ ખાબકતાં નાળા તૂટી જતાં 5 ગામો સંપર્ક વિહોણા થયા હતા. સુરત અને નવસારીમાં પણ રવિવારે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં મહુવા, ડાંગ જિલ્લાના આહવા, વઘઈમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
ઉમરગામમાં રાત્રી દરમિયાન વરસાદની હેલી સતત ચાલુ રહેતા રવિવારની વહેલી સવારે માર્ગો પર જળ બંબાકારની સ્થિતી બની હતી. ભીલાડ સરીગામ સ્ટેટ હાઇવે પર સરીગામ બજાર વિસ્તારમાં માર્ગ પર બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેના લીધે માર્ગ બંધ થતાં વાહનોને અન્ય માર્ગ પરથી પસાર થવું પડ્યું હતું.
વલસાડ: ઉમરગામ તાલુકામાં ફરી ભારે વરસાદ ખાબક્યો હતો. 13 કલાકમાં 13 ઇંચ વરસાદ પડતાં સમગ્ર જગ્યાના માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. અત્યાર સુધીમાં ઉમરગામમાં માત્ર 15 દિવસમાં જ 49 ઈંચ વરસાદ પડી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -