બારડોલીઃ રાત્રે મિત્રના ઘેર રોકાયેલા યુવકે મિત્ર સૂઈ ગયો પછી મિત્રની પત્નિના શરીરે હાથ ફેરવવા માંડ્યો ને......
પોલીસ અનુસાર મોવાછી ગામે અરવિંદ લલ્લુભાઇ પટેલના ખેતરમાં 26 વર્ષના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેની તપાસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિતી પ્રમાણે, ગઇ ઓગસ્ટ 2017ના અરસામાં કામરેજના રુઢવાડા ગામે સુભાષ વસાવા પોતાની પત્ની ફાલ્ગુની વસાવા સાથે રહેતો હતો, જ્યાં તેનો એક મિત્ર સુમન વસાવા એક દિવસ રહેવા માટે તેના ઘરે આવ્યો હતો, રાત્રે બધા સુઇ ગયા ત્યારે સુમને સુભાષની પત્ની ફાલ્ગુની સાથે અડપલા અને છેડતી કરી હતી. આ મામલે સવારે પત્નીએ સુભાષને વાત કરતાં સુભાષે મિત્ર સુમનને પોતાના દૂધના ટેમ્પોમાં લઇ જઇ ડ્રાઇવર કૈલાશ ચૌધરીની મદદથી માર માર્યો હતો. સુમનને માથાના ભાગે ટૉમી અને દૂધના કેનનો માર મારતાં તે મૃત્યુ પામ્યો હતો. જોકે હત્યા કર્યા બાદ બન્ને જણા ભાગી ગયા હતા.
તાજેતરમાં સુરત જિલ્લા એસઓજી પોલીસે મોવાછી ગામે 16 મહિના પહેલા સુમનભાઈ વસાવાની હત્યા કરેલી લાશ મળી આવતા, તપાસ કરી અને ઉંમરપાડા તાલુકાના વડવાડા ગામે રહેતા સુભાષભાઈ વસાવા અને માંગરોળના આંબાવાડી ગામે રહેતા કૈલાશ ચૌધરીની ધરપકડ કરી હતી. પુછપરછમાં બન્નેએ હત્યા કર્યાનો ગુનો કબુલ્યો હતો.
સુરતઃ બારડોલી તાલુકાના મોવાછી ગામે 16 મહિના પહેલા થયેલી એક યુવાનની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લગભગ સવા વર્ષ બાદ બન્ને ગુનેગારોને પકડી જેલ ભેગા કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -