અમરનાથમાં આતંકી હુમલોઃ બસના કંડક્ટરે કઈ રીતે આતંકીને પછાડ્યો તેની કરી વાત, જાણો તેના જ મુખે
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.