સુરત: આર્થિક સંકડામણમાં બિઝનેસમેનનો આપધાત, સુસાઈડ નોટમાં શું લખ્યું? જાણો વિગત
સુરતના આ વેપારીએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હતો. ઓનલાઇન જોબવર્ક કરતા કાપડ વેપારી પ્રણવ પટેલે આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. સ્યુસાઇડ નોટ માં આર્થિક ભીંસ ના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: સુરતમાં ઓનલાઇન કાપડ જોબવર્ક નું કામ કરતા કાપડના વેપારીએ આપઘાત કર્યો છે. શહેરના સિટીલાઇટ રોડ પર આવેલ પોતાની ઓફિસ માં પંખાના હુક પર દુપટ્ટો બાંધી વેપારીએ આપઘાત કર્યો હતો.
પ્રણવના આપાઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં પોતાની બન્ને દીકરીઓને સાચવવાનું કહી સોરી લખી આપઘાત કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું કે નવ વર્ષ અગાઉ ફાયનાન્સના ધંધામાં ભારે નુકસાન કર્યું હતું. જેના ઘણા રૂપિયા લેણદારોને ચુકવવાના બાકી હતાં. પરંતુ લેણદારો ક્યારેય વધારે ભીંસ કરતાં નહોતા. તે બહુ સારા લોકો છે. મારે જેની પાસેથી રૂપિયા લેવાના છે તે પણ સારા છે. પરંતુ તેઓ કોઈ કારણોસર આપી ન શક્યા અને હવે હું નવ વર્ષથી જવાબ આપી આપીને થાકી ગયો છું. જેથી આપઘાત કરી લેવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.
પત્ની પુત્રી માતા અને પિતા ને સોરી કહી સ્યુસાઇડ નોટમાં આર્થિક સંકડામણ ની વાત કહી છે. કેટલા લોકો ને રૂપિયા ચૂકવ્યા તો કેટલાક બાકી હોવાની વાત સ્યુસાઇડ નોટ માં જણાવી છે. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -