સીએ IPCCમાં સુરતની રાધિક બેરીવાલાએ કયો રેંક મેળવ્યો, જાણો વિગત
ગ્રુપ-1માં 13,135 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષામાંથી 3026 જ પાસ થયા છે. આમ ગ્રુપ-1નું માત્ર 23.04 ટકા જ પરિણામ જાહેર થયું છે. જ્યારે ગ્રુપ 2માં 445માંથી 18 વિદ્યાર્થીઓ પાસ થવા સાથે 4.04 ટકા પરિણામ આવ્યું હોવાની માહિતી સાંપડી છે.
સર્વર ડાઉન રહેતા પરિણામ જોવામાં તકલીફ પડી હતી. જેમાં ઓલ ઇન્ડિયામાં 800માંથી 669 માર્કસ સાથે ઇન્ડોરની સાક્ષી એઇરન પ્રથમ નંબરે રહી હતી. જ્યારે 659 માર્કસ સાથે સુરતની રાધિકા બેરીવાલા બીજો અને 646 માર્કસ સાથે જયપુરના અક્ષીત અગ્રવાલે ત્રીજો રેંક મેળવ્યો છે.
2018ના મે મહિનામાં લેવાયેલી સીએ આઇપીસીસીની પરીક્ષાનું રવિવારે પરિણામ જાહેર થયું હતું. મોડીસાંજે 6 વાગે પરિણામ જાહેર થયું હતું.
સીએ ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં સુરતની જ વિદ્યાર્થીની પ્રથમ રેંક મેળવવામાં સફળતા મેળવી હતી. સીએના અભ્યાસમાં ત્રણ સ્ટેજ આવે છે, સીપીટી, આઇપીસીસી અને સીએ ફાઈનલ પરીક્ષા લેવાતી હોય છે. ત્યારે ICAI દ્વારા વર્ષમાં બે વખત મે અને નવેમ્બર મહિનામાં આઈપીસીસીની પરીક્ષા લેવાતી હોય છે.
સુરત: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ દ્વારા તાજેતરમાં જ લેવાયેલી સીએ આઈપીસીસીની પરીક્ષાનું રવિવાર મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની રાધિકા બેરીવાલાએ ઓલ ઇન્ડિયામાં બીજો રેંક મેળવ્યો છે.