સુરત: ત્રણ હવસખોરોએ 16 વર્ષની સગીરાની ક્લિપ ઉતારી બાંધ્યા શારીરિક સંબંધો, પછી શું થયું?
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત બોર્ડર પાસેના નવાપુરામાં રહેતી 16 વર્ષીય સગીરાએ આપઘાત કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે ત્રણ શખ્સોએ 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આયર્યું હતું. તેમણે દુષ્કર્મની ક્લીપ ઉતારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્લીપના આધારે આ ત્રણે આરોપી સગીરાને બ્લેકમેઇલ કરીને વારંવાર દુષ્કર્મ આચરતા હતા. અને જે તેણી ઇન્કાર કરે તો તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સુરત: શહેરમાં બ્લેકમેઈલ અને બળાત્કારના કિસ્સાઓ અવાર નવાર બની રહ્યા છે જ્યારે વધુ એક સુરતની 16 વર્ષની સગીરા સાથે ત્રણ શખ્સો ક્લિક ઉતારી બ્લેઈકમેઈલ કરી દુષ્કર્મ આચરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ બદનામીના ડરે આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગીરાએ સમાજમાં બદનામીના ડરે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. આ ઘટનામાં જાવેદ મુનાફ, આરીફ શેખ અને મહેશ પવારની પોલીસે ધરપકડ કરી છે. ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી ધરી છે. પોલીસે આ અંગે ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધરી છે.
ફરીયાદ મુજબ ત્રણ શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની મોબાઇલ ક્લીપ બનાવી હતી તેઓ સગીરાને મોબાઇલ ક્લીપના આધારે વારંવાર ધમકી પણ આપતા હતા સગીરાએ બદનામીના ડરે આખરે આપઘાત કરી લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -