સુરતના કરોડપતિ ભજીયાવાલાની કેટલા કરોડોની સંપત્તિ થઇ જપ્ત, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિપલ્સ બેન્ક પર પણ તપાસ કરવામાં આવી હતી અને કર્મચારીઓને ત્યાં સીબાઇએ દરોડા પણ પાડયા હતા. આઇટી તપાસમાં સામે આવ્યુ હતુ કે બેન્ક દ્વારા અન્યોના લોકર ઓપરેટ કરવા માટે ભજીયાવાલાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી હતી.
ભજીયાવાલાની સુરતની જે પાંચ પ્રોપર્ટી અંગે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો હતો તેમાં ઉધના વિનાયક નગરનો ફલેટ, અડાજણનો સૂર્યા ફલેટ, યુનિ.રોડનો પ્લોટ અને આંજણા ઉપરાંત એમ.બી.નગરના પ્લોટનો સમાવેશ થાય છે.
ભજીયાવાલાના ઘર, કારખાના અને ઓફિસમાંથી કુલ 260 જેટલી મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ પૈકી પાંચ પ્રોપર્ટી બેનામી હોવાનો રિપોર્ટ સુરત આઇટીએ અમદાવાદ આઇટીને કર્યો હતો. આ કેસમાં આજે અમદાવાદના ચીફ કમિશનર પી.સી.મોદીએ રિપોર્ટ મુજબની સંપત્તિ બેનામી એક્ટ હેઠળ લેવાના આદેશ આપ્યા હતા. ઉપરાંત સીબીઆઇને પણ તેની જાણ કરી હોવાની ચર્ચા છે.
સુરતઃ ઉધનાના કરોડપતિ ફાયનાન્સર કિશોર ભજીયાવાલાની મુશ્કેલીઓ વધી શકે છે. મળતી વિગતો અનુસાર, એક બિનસત્તાવાર માહિતી અનુસાર, અમદાવાદ આઇટીના ડાયરેક્ટર જનરલ પી.સી. મોદી દ્વારા ભજીયાવાલાની કેટલીક પ્રોપર્ટી બેનામી પ્રોપર્ટી એકટ હેઠળ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. આ સંદર્ભે કાર્યવાહી કરવા સીબીઆઇને જાણ કરી છે. બેનામી એક્ટ હેઠળ રાજ્યમાં પહેલો કેસ થયો હોવાની પણ માહિતી મળી રહી છે. એક ચર્ચા પ્રમાણે, સીબીઆઇએ ગઇકાલે સાંજે આ કેસમાં ફરિયાદ દાખલ કરી છે.
નોંધનીય છે કે નોટબંધી દરમિયાન સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ભજીયાવાલાને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં 1.50 કરોડની રોકડા જપ્ત કરાયા હતા. ઉપરાંત 18 બેન્ક લોકર જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં જે તે સમયે પિપલ્સ બેન્ક અને એક રાષ્ટ્રીયકૃત બેન્કમાં પણ તપાસ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -