સુરતઃ 14 વર્ષીય લીઝા બની ગર્ભવતી, પિતાએ પૂછ્યું પ્રેમીનું નામ, પછી જાણો શું આવ્યો અંજામ?
લીઝાના પિતાને પોલીસ સ્ટેશન લાવી કડકાઇથી પૂછપરછ કરતાં તેના પિતાએ પોતે જ દીકરીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેના પેટમાં કોનું બાળક છે, તે વારંવાર પૂછવા છતાં જવાબ નહીં આપતા ડુમસ ફરવા જવાના બહાને તેની હત્યા કરી નાંખી હતી અને લાશ ઝાળીમાં ફેંકી દીધી હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાતમીને આધારે પોલીસે આ ઓરિસ્સાવાસી ભાડુત પરિવારની પોલીસ સ્ટેશનમાંથી વિગતો મેળવી હતી અને તેમના ઘરી પહોંચી હતી. અહીં ટૂકના દાસની સગીર પુત્રી લીઝાનો ફોટો જોતા જ પોલીસે ઓળખ કરી લીધી હતી. આ પછી પોલીસ દાસને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
ડુમસ પોલીસ આ સગીરા કોણ છે અને ક્યાંની છે, તેની તપાસ કરી રહી હતી. બીજી તરફ પાંડેસરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, પાંડેસરાના હરીઓમનગરમાં રહેતા ઓરિસ્સાના પરિવારની એક 14 વર્ષીય સગીરા થોડા દિવસથી ગુમ છે.
સુરતઃ છ દિવસ પહેલા ડુમસ ખાતેથી એક 14 વર્ષીય સગીરાની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં આ લાશ લીઝા નામની છોકરીનું હોવાનું જાણવા મળ્યું હતું. પીએમ કરાતાં સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પોલીસે સગીરાના પિતાની ધરપકડ કરી છે.
દરમિયાન છ દિવસ પહેલા લીઝાને તેના પિતા ફરવાના બહાને ડુમસ લઈ ગયા હતા. જ્યાં તેમણે લીઝાની હત્યા કરી નાંખી હતી અને પછી લાશ ઝાળીમાં ફેંકી દીધી હતી. ગત 29મી જૂને પોલીસને આ સગીરાની લાશ મળી આવી હતી. પોલીસે લાશ પીએમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ઓરિસ્સાના અને હાલ પાંડેસરામાં રહેતા ટૂકના દાસની દીકરી લીઝા કોઈ સાથે શારીરિક સંબંધ પછી ગર્ભવતી બની ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં તેના પેટમાં કોનો ગર્ભ છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેના પિતાએ વારંવાર પૂછપરછ કરવા છતાં સગીરાએ પ્રેમીનું નામ આપ્યું નહોતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -