સુરતમાં અમિત શાહના કાર્યક્રમના આયોજક મુકેશ પટેલના ત્યાં આઇટી વિભાગ ત્રાટક્યો
જમીન અને જ્વેલરી વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ પટેલ સહિત અન્ય વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સે સર્વે હાથ ધર્યો હતો. જોકે, આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જે શહેરના બિલ્ડર્સ અને વેપારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તો આઇટીના સર્વેને કારણે અમુક વેપારીઓમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, તાજેતરમાં જ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલ, મહેશ સવાણી સહિતના આગેવાનોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના અગ્રીમ હરોળના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહનું આયોજકોમાં મુકેશ પટેલનો પણ સમાવેશ થાય છે.
હિંદવા બિલ્ડર જૂથ સાથે સંકળાયેલા મુકેશ પટેલ સહિત ત્રણથી ચાર સ્થળોએ આઇટીએ સર્વે હાથ ધર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હિંદવા ગ્રૂપ દ્વારા શહેરમાં બાંધવામાં આવી રહેલા પ્રોજેક્ટમાં દુકાન, ફ્લેટ બુકિંગ કરાવનાર લોકો પાસેથી ચલણમાંથી રદ કરાયેલી નોટોનો સ્વીકાર કરાતો હોવાની માહિતીને પગલે આઇટીએ મુકેશ પટેલ ઉપરાંત વિજય ઠક્કર, લાભુભાઈ ઝીંઝરિયા તથા અન્ય બિલ્ડર્સ, વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.
સુરતઃ દેશમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કર્યા પછી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ આ નોટોનો બિલ્ડરો દ્વારા પાછલા બારણે સ્વીકાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા સાથે સુરત ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા ગઈ કાલે મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના નજીકના મનાતા પાટીદાર આગેવાન મુકેશ પટેલ સહિત ત્રણથી ચાર સ્થળોએ આઇટીએ સર્વે હાથ ધર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -