સુરતઃ મંત્રજાપના બહાને રાત રોકી જૈન મુનિએ પરાણે સેક્સ માણ્યું હોવાના 19 વર્ષની વિદ્યાર્થીનીનો આક્ષેપ , જૈનોએ શું કર્યો બચાવ ?
તેમણે ગંભીર પ્રકારના આક્ષેપોથી જૈનોની લાગણીને ઠેસ પહોંચી હોય યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો કે પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જણાવ્યું કે, બીજવિદ્યાર્થિનીની મેડિકલ તપાસ પછી દિગંબર જૈન મહારાજ શાંતિસાગર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. તપાસ કર્યા પછી કાર્યવાહી કરાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ દિગમ્બર જૈન સમાજના લોકો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કમિશનરને તદ્દ ખોટી ફરિયાદ દાખલ થયેલ હોય અને ખોટા બનાવ સંદર્ભે ધરપકડ અગાઉ નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી.
પીડિતા વિદ્યાર્થીની વડોદરાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. આ ઘટનાના પગલે નાનપુરાના મંદિર ખાતે રાત્રે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. આ અંગે પોલીસ પી.આર.ઓ. એસીપી જે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, આચાર્ય સામે મોડી રાત્રે અઠવા પોલીસમાં અઠવા/200/17 નંબરથી આઇપીસી 376 મુજબ દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો છે.
સુરતઃ નાનપુરાના મહાવીર ભગવાન દિગંબર જૈન મંદિરમાં આશીર્વાદ લેવા ગયેલી એક 19 વર્ષીય વિદ્યાર્થિની સાથે 45 વર્ષની ઉંમરના આચાર્ય શાંતિસાગર મહારાજે 1 ઓક્ટોબરે રાત્રે ઉપાશ્રયમાં જ બળાત્કાર ગુજારીને પરાણે સેક્સ સૂંધ બાંધ્યો હોવાની હોવાની ફરિયાદ નોંધાવતા જૈન સમાજમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
મોટી ઉંમરના આચાર્યાની વાત માની યુવતી રોકાઈ ગઈ હતી. તેણે મંદિરની બાજુમાં આવેલા રૂમમાં રાત્રિરોકાણ કરતા આચાર્યએ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધીને સેક્સ માણ્યું હતું. ફરિયાદ પછી સિવિલ હોસ્પિટલ ખાતે વિદ્યાર્થિનીને લવાતા તેને ગાયનેક વિભાગમાં મોકલી શારીરિક તપાસ કરાઇ હતી.
યુવતીની ફરિયાદ પ્રમાણે તે 1 ઓક્ટોબરના રોજ નાનપુરાના ટીમલિયાવાડ વિસ્તારના મહાવીર દિગંબર જૈન મંદિર ખાતે આવી હતી અને આચાર્ય શાંતિસાગરજી મહારાજના આશીર્વાદ લેવા માટે ગઈ હતી. આચાર્યએ તેને કહ્યું હતું કે મંત્રજાપ કરવો પડશે. મંત્રજાપ કરવા માટે તેને રાત્રિ રોકાણ કરવા માટે કહ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશની જૈન સમાજની એક વિદ્યાર્થિનીને શુક્રવારે રાત્રિ દરમિયાન અઠવા પોલીસ મથકના પીએસઆઈ જે.જી.મોઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. આ વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી કે, તેની સાથે પરાણે સેક્સ માણીને જૈન મુનિએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
અઠવા પોલીસ મોડી રાત્રે વિદ્યાર્થિનીને શારીરિક ચકાસણી માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને મોડી રાત્રે ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદ નોંધાતાં મોટી સંખ્યામાં જૈનો પોલીસ કમિશનર કચેરીએ મુનિના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -