સુરતઃ વડોદરાની યુવતીએ જૈનમુનિ સામે કરી બળાત્કારની ફરિયાદ, જૈન સમાજમાં ખળભળાટ
આ અંગેની વિગતો એવી છે કે, ગત પહેલી ઓક્ટોબરે રાતે વડોદરાની 19 વર્ષીય યુવતી નાનપુરા દિગંબર જૈન દેરાસરના મહારાજ સાહેબ પાસે આશીર્વાદ લેવા ગઈ હતી, ત્યારે જૈનમુનિએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ તેણે કરી છે. તેણે 45 વર્ષીય શાંતિસાગર મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠવા પોલીસ મોડી રાત્રે વિદ્યાર્થિનીને શારીરિક ચકાસણી માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી અને મોડી રાત્રે ગુનો દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જૈન સમાજના લોકોને જાણ થતાં પોલીસ કમિશનર કચેરીએ મુનિના સમર્થનમાં એકઠા થયા હતાં.
ભોગ બનનાર યુવતી પણ જૈન સમાજની જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હકિકત શું છે, તો પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ પછી જ જાણવા મળશે. સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ તપાસ કર્યા પછી કાર્યવાહી કરાઇ રહી છે, તેમ જણાવ્યું હતું.
સુરતઃ શહેરના નાનપુરા દિગંબર જૈન દેરાસરના મહારાજ સાહેબ સામે વડોદરાની એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ અઠવા પોલીસ સ્ટેશનમાં જૈનમુનિ સામે બળાત્કારની ફરિયાદ કરી છે.
યુવતીની ફરિયાદ છે કે, આચાર્યએ તેને મંત્રજાપ કરવો પડશે તેમ કહી મંત્રજાપ માટે રાત્રિ રોકાણ કરવા માટે કહ્યું હતું. આથી તેણે મંદિરની બાજુમાં આવેલા રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યાં આચાર્યએ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ આ યુવતી મૂળ મધ્યપ્રદેશની છે અને જૈન સમાજની છે. યુવતીને શુક્રવારે રાત્રિ દરમિયાન અઠવા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. યુવતીએ ફરિયાદ કરી હતી કે, તે ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ ટીમલિયાવાડ વિસ્તારના મહાવીર દિગંબર જૈન મંદિરે આચાર્ય શાંતિસાગરજી મહારાજના આશીર્વાદ લેવા માટે ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -