'હું જ્યારે કહું ત્યારે મારી સાથે સેક્સ માણવા આવી જજે'. જૈનાચાર્યે કોલેજીયન યુવતીને આપી હતી શું ધમકી ?
સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કારના કેસમાં જૈન આચાર્ય શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી વાત પરથી લાગી રહ્યું છે કે શાંતિસાગરે પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ શાંતિસાગરે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે તારે મારી પાસે આવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાએ જણાવ્યું કે શાંતિસાગરે મારા માતા-પિતાને નીચે બેસાડી ચંદનના નાના લાકડાના ટુકડા વડે માતા-પિતા ઉપર હવામાં ગોળ-ગોળ ફેરવી ‘ઓમ રીમ શ્રી ધનપતી કુબેરાઈ નમો: ‘નો જાપ આંખ બંધ કરીને જપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘ગમે તે થાય પણ હું ના કહું ત્યાં સુધી આ કુંડાળામાંથી બહાર આવવાનું નથી.’
મળતી વિગતો અનુસાર, પીડિતા સતત 13 દિવસ સુધી મૌન રહી હતી પરંતુ 13 ઓક્ટોબરના રોજ તેણે શાંતિસાગર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાંતિસાગરે પીડિતાના માતા-પિતાને કહ્યું કે ભગવાનના જાપની ક્રિયા કરવાની હોય તમે બધા મારા જોડે આવો તેમ કહી બાજુમાં આવેલા બીજા રૂમમાં લઈ ગયા હતા.
પીડિતાએ જણાવ્યું કે એટલું જ નહી પણ શાંતિસાગરે ધમકી આપી હતી કે જો તું આ વાત કોઇને કહીશ તો તારા માતા પિતા મરી જશે. પીડિતાએ અઠવા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આ કેફિયત રજૂ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -