સુરતઃ માતા-પિતાને કુંડાળામાં બેસાડ્યા, ભાઈને બાજુના રૂમમાં મોકલ્યો ને યુવતીને અંદર લઈ જઈ જૈનાચાર્યે માણ્યું સેક્સ
સુરતઃ મૂળ મધ્યપ્રદેશની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી યુવતી પર જૈનાચાર્ય દ્વારા બળાત્કાર કરવાના કેસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હવે જે વિગતો બહાર આવી છે, તે જાણીને તમે ચોંકી જશો. વાત એવી છે કે, યુવતી પર જૈનાચાર્યે બળાત્કાર ગુજાર્યો ત્યારે યુવતીનો પરિવાર આશ્રમમાં જ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો પ્રમાણે આ રાતે યુવતીના માતા-પિતાને એક કુંડાળામાં બેસાડ્યા હતા. જ્યારે તેના ભાઈને બીજા રૂમમાં બેસાડ્યો હતો. જ્યારે યુવતીને પોતાની સાથે અંદર લઈ ગયા હતા. આ પછી યુવતીને શું જોઇએ છે તેવું પૂછતાં યુવતીએ પરિવારની ખૂશીનું કહ્યું હતું. આથી શાંતિસાગરે હું કહું તેમ કર, તેમ કહી યુવતીને કપડાં ઉતારવા માટે કહ્યું હતું.
આ પછી યુવતીના પિતાએ જૈનાચાર્યને ફોન કર્યો હતો અને તમે મારી દીકરીની જિંદગી બગાડી નાખી હોવાનું જણાવ્યું હતું. જોકે, આચાર્યએ મેં કાંઈ કર્યું જ નથી તો જિંદગી બગાડવાની વાત જ ક્યાં આવી, તેવો જવાબ આપ્યા હતો.
શારીરિક સંબંધ બાંધ્યા પછી ફરી તેમણે લાઇટ ચાલું કરી હતી અને આ અંગે કોઈને વાત કરશે, તો તારા માતા-પિતા મરી જશે, તેવી ધમકી આપી હતી. આ પછી યુવતી અને તેનો પરિવાર ત્યાંથી નીકળી ગયો હતો. રસ્તામાં યુવતીએ પોતાના પર બળાત્કાર થયો હોવાનું પરિવારને જણાવ્યું હતું.
જોકે, યુવતી ખચકાતા શાંતિસાગરે પરિવારનું સુખ જોઇતું હોય તો આ કરવું પડશે અને નહીં કરે તો તારા માતા-પિતાના જીવને જોખમ થશે, તેમ કહીને ડરાવી હતી. આમ, વાત કરતા યુવતી ડરી ગઈ હતી. બીજી તરફ શાંતિસાગરે ઊભા થઈને રૂમની લાઇટ બંધ કરી દીધી અને યુવતીને ડરાવી-ધમકાવી સેક્સ માણ્યું હતું.
મળતી વિગતો પ્રમાણે જૈનાચાર્ય શાંતિસાગરે ચાતુર્માસમાં સુરત આવ્યા ત્યારે યુવતી અને તેના પરિવારને મંત્રજાપ માટે બોલાવ્યા હતા. તેના પંદર દિવસ પછી ફરીથી જૈનાચાર્યે વિધિ માટે બોલાવ્યા હતા અને આ સમયે તેમણે રાત્રિ રોકાણ કરવું પડશે, તેવું પણ કહ્યું હતું. આથી આખો પરિવાર વિધિ માટે નાનપુરા ખાતે આવેલા આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં જૈનાચાર્યે તેમને વિધિ કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -