સુરતના ઓવરબ્રિજ પર લક્ઝુરિયસ કાર હવામાં ફંગોળાઈ પછી શું થયું, જાણો વિગત
કાપોદ્રા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી દાદરા નગર હવેલી પાસિંગની જેગુઆર કાર હવામાં 10 ફૂટ ઉંચે ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે ઓવરબ્રિજ વચ્ચે પહોંચતા જ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આશરે દોઢ ફૂટ ઊંચા ડિવાઈડરને કુદી કાર સામેના રોડ પર પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાઈકને કારે બ્રિજ પરથી 50 ફૂટ સુધી ઘસડી હતી. સફાઈ કર્મી પોતાનો જીવ બચાવવા બ્રિજની રેલીંગ કુદી ભાગી ગયો હતો પરંતુ તેની બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, કારની એરબેગ ખુલી જતા કાર ચાલકનો જીવ બચી ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કાપોદ્રા પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સદનસીબે રાત્રી સફાઈ શરૂ હોવાથી કાપોદ્રાથી રેલવે સ્ટેશન તરફ જતો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રી સફાઈ કરી રહેલા કામદારએ કારને હવામાં ફંગોળાઈને પોતાની તરફ આવતી જોઈ સફાઈ છોડીને બ્રિજની પાળી કુદી જીવ બચાવ્યો હતો.
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે બેફામ બનેલી જેગુઆર કારે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. ઓવરબ્રિજ પર કાર હવામાં ફંગોળાઈ પલટી મારીને સામેના રોડ પર રાત્રી સફાઈ કરી રહેલા પાલિકાના કર્મચારીની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો જે કાર અને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાં જ લોકોનાં ટોળાં વળી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -