સુરતમાં નરેશ પટેલે અલ્પેશ કથિરીયાના પરિવારજનો સાથે શું કરી વાતચીત? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ કથિરીયાના પરિવારજન ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલે મુલાકાત લઈને અલ્પેશની મુક્તિ માટે મહેનત ચાલુ છે. કંઈ પણ જરૂરીયાત હોય તો કહેજો તેમ કહી ઉમેર્યું હતું કે, ગભરાતા નહીં અમે તમારી સાથે છીએ.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશની માતાએ તેને અલ્પેશની મુક્ત કરાવવાનું કહ્યું હતું. નરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ કોર્ટ મેટર છે અને કેસ ચાલે છે. જેથી ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જેલમુક્તિ માટે પ્રયાસ ચાલુ છે. સાથે જ સરકાર સાથે પણ આ બાબતે ચર્ચા ચાલુ છે.
પાસના દિનેશ બાંભણીયા સહિતના કાર્યકરોની સાથે નાના વરાછા ખાતે આવેલી ગીરનાર સોસાયટીમાં અલ્પેશ કથિરીયાના ઘરે નરેશ પટેલે શુભેચ્છા મુલાકાત કરીને દરેકના ખબર અંતર પુછ્યાં હતાં. આ સાથે જ નરેશભાઈએ પરિવારના સભ્યોને દિલાસો આપ્યો હતો કે, વહેલી તકે અલ્પેશ કથિરીયા જેલમુક્ત થાય તે પ્રકારના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યાં છે. પરિવારના સભ્યોને કોઈ તકલીફ નથી તેવી માહિતી મેળવી હતી.
સુરતઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાના સુરત સ્થિત નિવાસ સ્થાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાત ગણાવતાં નરેશ પટેલે અલ્પેશના પરિવારજનોની ખબરઅંતર પૂછી જણાવ્યું હતું કે, ન્યાયિક પ્રક્રિયાથી અલ્પેશને મુક્ત કરાવવા માટે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -