✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં બિહારી યુવકે સાડા ત્રણ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારી કરી નાંખી હત્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2018 11:01 AM (IST)
1

બાળકીની લાશ મળતાં પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસે બાળકીની લાશ સ્મીમેરમાં મોકલતાં પ્રાથમિક તપાસમાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી વીર્ય મળ્યું છે. ઉપરાંત ત્યાંથી એક વાળ પણ મળ્યો છે. એટલે હાલ તેના પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.

2

સુરતઃ લિંબાયતના ગોડાદરામાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બિહારી યુવકે બળાત્કાર ગુજારી હત્યા કરી નાંખતા અરેરાટી મચી ગઇ છે. ગત શનિવારે રાત્રે ઘર પાસેથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે 4 વાગ્યે મળ્યો હતો. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના જ રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો હતો. બીજી તરફ આ મકાનમાં રહેતો અનિલ યાદવ ભેદી સંજોગોમાં ગુમ છે.

3

આથી પોલીસે સોસાયટીની અંદર જ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. બાળકીનો પરિવાર જે મકાનના ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો રૂમ બંધ હતો. આ રૂમમાં અનિલ યાદવ રહેતો હતો. જે પણ આ ઘટના પછી ગુમ હતો. આ રૂમમાં પોલીસે તપાસ કરતાં રૂમના ખુણામાં ચોખાની ખોથળામાંથી લાશ મળી આવી હતી.

4

આ અંગેની વિગતો એવી છે કે, ગોડાદરામાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત બે દીકરીઓ અને ચાર મહિનાનો દીકરો છે. ભોગ બનનાર દીકરી બીજા નંબરની હતી. બાળકીના પિતા અને શકમંદ આરોપી અનિલ યાદવ સાથે કલર કામ કરે છે.

5

શનિવારે રાત્રે બાળકીના પિતા અને અનિલ કામેથી આવ્યા પછી પિતા ડિંડોલીમાં કોઈ કામથી બહાર ગયા હતા. બાળકીએ સાથે જવાની જીદ કરતાં પિતાએ તેને પાંચ રૂપિયા આપીને ઘરે રહેવા સમજાવી હતી. આ પછી બાળકી ઘરેથી બહાર રમવા જવાનું કહીને નીકળી હતી.

6

જોકે, આ પછી ગુમ થઈ જતાં તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પોલીસે તેને શોધવા 11 ટીમો બનાવી હતી. રવિવારે સવારે સોસાયટીના પાસેની દુકાનના સીસીટીવી તપાસતા બાળકી સોસાયટી બહાર ગઈ જ ન હોવાનું સામે આવ્યું હતું.

  • હોમ
  • સુરત
  • સુરતમાં બિહારી યુવકે સાડા ત્રણ વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારી કરી નાંખી હત્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.