સુરત: ખટોદરા વિસ્તારમાં કિન્નરની હત્યા, બે કિન્નર જૂથ વચ્ચેની અદાવતમાં હત્યા થયાની શંકા
હાલ પોલીસે કિન્નરની લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાં બાદ લોકોના ટોળા એક્ઠાં થઈ ગયાં હતાં. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી. દાપુને લઈને કિન્નરોના બે જૂથ વચ્ચે વોર શરૂ થઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ત્રણ જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.
ઝેનોન બિલ્ડીંગમાં ઘુસીને છાતિ અને ગળાના ભાગે ચાર પાંચ હથિયારના ઘા ઝીંકી અજાણ્યા શખ્સો નાસી ગયા હતાં. જેમાં મૃતક પીંકીની સાથે રહેલા આંચલકુંવરને પણ ઈજા પહોંચી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં એક કિન્નરની હત્યા કરવામાં આવી છે. બે કિન્નરના પક્ષ વચ્ચે બબાલ થતાં અજાણ્યા શખ્સોએ કિન્નરનું મર્ડર કર્યાની હાલ આશંકા પોલીસે વ્યક્ત કરી છે. મળતી વિગતો અનુસાર પીંકીકુંવર નામના કિન્નરની સોસિયો સર્કલ પાસે હત્યા કરવામાં આવી હતી.